વડાપ્રધાને આગ્રા મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું કોરોના વેક્સીન ટૂંક સમયમાં આવી જશે, પરંતુ સાવધાની હજુ પણ જરૂરીઃ મોદી
ખેડૂતો-યુવાનો અને માતા-બહેનોનો વિશ્વાસ દેખાઈ રહ્યો છે, મેટ્રો નેટવર્કના મામલે ભારત આર્ત્મનિભર બની રહ્યું છે, તાજમહેલ, આગ્રા ફોર્ટને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી જાેડાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં મેટ્રો માટે નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો. વડાપ્રધાને વચ્ર્યૂલ માધ્યમથી મેટ્રો રેલ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી હરદીપ સિંહ સહિત કેન્દ્ર તથા રાજ્ય સરકારના મંત્રી અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
વડાપ્રધાને આ દરમિયાન કરેલા સંબોધનમાં લોકોને અપીલ કરી છે કે તમામ કોરોના સંક્રમણની ગંભીરતાને સમજીને કોઈ ગફલત ન કરે અને તકેદારી રાખે. વડાપ્રધાને આ કાર્યક્રમના માધ્યમથી દેશને વેક્સીન અંગે પણ જાણકારી આપી. કંપની કોરોના વેક્સીનને લઈ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોનાની વેક્સીનની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. તેમાં વધુ વિલંબ થાય એવું લાગતું નથી. સંક્રમણથી સાવધાનીમાં કોઈ કચાસ ન રાખવો જાેઈએ. માસ્ક અને બે ગજનું અંતર ખૂબ જરુરી છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આજે શહેરી ગરીબોને પણ મફત સારવાર મળી રહી છે અને મધ્યમ વર્ગને સસ્તી દવાઓ મળી રહી છે. સસ્તી સર્જરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકારના પ્રયાસોથી વીજળીથી લઈને મોબાઇલ ફોન સુધી તેના પર ખર્ચ ઘણો ઘટ્યો છે.
આજે લારી-ગલ્લા ચલાવનારા લોકોથી માંડીને ગરીબ અને મધ્યમવર્ગના કલ્યાણ માટેની યોજનાઓ ખરેખર અમલમાં મુકી શકાઈ છે અને આ જ તો સબ કા સાથ ..સબ કા વિશ્વાસની વ્યાખ્યા છે.છેલ્લા કેટલાક સમયથી જે સુઘારા થઈ રહ્યા છે તેનાથી દેશમાં નવો આત્મ વિશ્વાસ આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જાે તમે ધ્યાનથી જાેશો તો તમને પણ સરકાર જે કામ કરી રહી છે તેનાથી સંતોષ થશે.તમારી અંદર પણ નવો વિશ્વાસ આવશે અને દરેક ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ જાેવા પણ મળી રહ્યો છે.બે દિવસ પહેલા જ હૈદ્રાબાદના ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ સરકારના પ્રયાસોને આશીર્વાદ આપ્યા છે.તમારો સાથ અને સમર્થનના કારણે મને નવા નવા વિચારોને અમલમાં મુકવાની હિંમત મળી રહી છે.
Recent Comments