fbpx
અમરેલી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મીઠો આવકાર આપવા અમરેલીવાસીઓમાં થનગનાટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમરેલીમાં આજે રૂ.૪૮૦૦ કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનાં છે. આનંદના આ અવસરમાં સહભાગી થવા આવેલા અમરેલીવાસીઓમાં સહેજે ઉમંગની હેલી જોવા મળી રહી છે.ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક મેળવવા અમરેલીવાસીઓ આતુર બન્યાં છે.વડાપ્રધાનશ્રીને આવકારવા પધારેલા ખાંભા તાલુકાના લાસા ગામના વતની અલ્પાબહેન પાઠકે આ અંગે પોતાનો ઉત્સાહ વર્ણવતા જણાવ્યું કે, આજે અમારા ઉરમાં આનંદ છે કે, વડાપ્રધાનશ્રી અમરેલીની ધરા પર પધારી રહ્યાં છે. આજે વડાપ્રધાનશ્રી રૂ.૪૮૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. જેથી અમરેલી જિલ્લામાં વિકાસની ગતિ વધુ તેજ બનશે.

પાઠક અલ્પાબહેને વધુમાં જણાવ્યું કે, આજ તો અમારા આંગણે રૂડો અવસર આવ્યો છે. જેની અમે ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા હતાં. આજે એ અવસર સાકાર થવા જઈ રહ્યો છે. વધુમાં અલ્પાબહેને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં અનેક વિકાસના કામો થઈ રહ્યાં છે. તેમના નેતૃત્વમાં ભારત ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જેમાં આજ અમરેલી પણ પોતાની સહભાગીતા નોંધાવશે. અમરેલીને વિકાસની ભેટ આપવા બદલ હું વડાપ્રધાનશ્રીનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

Follow Me:

Related Posts