અમરેલી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના ૦૫ પ્રાંતના ૧૧ તાલુકાઓમાં ૯૧૨ આવાસોનું લોકાર્પણ સંપન્ન

સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાત મુહૂતનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને ડીસા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના  ૯૧૨ આવાસોનું લોકાર્પણ થયું હતું. અમરેલી, લાઠી, ધારી, સાવરકુંડલા અને રાજુલા પ્રાંત ખાતે યોજાયેલા સમારોહમાં અમરેલી-કુંકાવાવ-વડિયા તાલુકાના ૨૭૮, લાઠી-બાબરા તાલુકાના ૨૧૧, બગસરા-ધારી-ખાંભા તાલુકાના ૧૬૭, રાજુલા-ખાંભા-જાફરાબાદ તાલુકાના ૧૬૦, સાવરકુંડલા-લીલીયા તાલુકાના ૧૨૬ સહિત જિલ્લામાં ૯૧૨ આવાસોનું લોકાર્પણ સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા ૨૯૯૩ કરોડના ખર્ચથી ૧,૩૧,૪૫૪ પી.એમ.આવાસોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. 

       અમરેલી ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા અને ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. લાઠીમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ભરતભાઈ સુતરીયા અને લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાના અધ્યક્ષ સ્થાને સમારોહ યોજાયો હતો. ધારી ખાતે ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાના અધ્યક્ષ સ્થાને સમારોહ યોજાયો હતો. સાવરકુંડલા ખાતે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને અને રાજુલા ખાતે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. લાભાર્થીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક વર્ચ્યુઅલ ઉદ્ધોધન નિહાળ્યું હતું.

       આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી,  નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર સર્વશ્રી, તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts