fbpx
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી વાતો, ગામડાના લોકોને શું કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પંચાયત મહાસમ્મેલનને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન પીએમ મોદીએ ગામડાના લોકોની પ્રશંસા કરી હતી અને સાથે સાથે કેટલીક અપીલ પણ કરી હતી.વડાપ્રધાન મોદીએ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. પંચાયતી રાજ નામના પુસ્તકનું પણ વડાપ્રધાન મોદીએ વિમોચન કર્યુ હતુ.

વડાપ્રધાન મોદીની 10 મોટી વાતો

1. દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવવો જોઇએ, પીએમ મોદીએ ગામડાનો જન્મદિવસ ઉજવવા અપીલ કરી હતી.
2. દરેક ગામના 75 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઇએ.
3. બોરીબંધ બનાવવાથી ગામડાઓમાં પાણીની બચત થશે અને પાણીની સમસ્યા નહી રહે.
4. પશુઓનું રસીકરણ પૂર્ણ કરવા પીએમ મોદીએ અપીલ કરી હતી.
5. ગામમાં દરેક વ્યક્તિ LED બલ્બ લગાવે, ગામડામાં LED બલ્બ લગાવવાથી વીજળીનું બિલ ઓછુ આવશે.

પ્રાકૃતિક ખેતી પર મુક્યો ભાર 

એક તસુભર પણ કેમિકલ નાંખીશું નહીં. આ ધરતી આપણી માતા છે એ માતાને ઝેર પીવડાવી પીવડાવીને આપણે દુઃખી કરી રહ્યા છીએ. આ ધરતીમાતાને બચાવવી એ આપણી જવાબદારી છે. યુરિયા ખાતર નાંખીએ તો માતાને પીડા થાય છે. આપણી માતાને પીડામાંથી મુક્ત કરવી જવાબદારી સંતાનની છે. પૈસા પણ બચશે અને ખેતરની પણ રક્ષા થશે.

Follow Me:

Related Posts