fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલના રોજ એકઝામ વોરીયર્સ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે

એક  એપ્રિલના રોજ એકઝામ વોરીયર્સ સાથે સંવાદ કરશે. જેમાં વડા પ્રધાન સંવાદ પણ કરશે અને તેમના સવાલોના જવાબ પણ તેમના દ્વારા આપવામાં આવશે.

સમગ્ર રાજ્ય સ્તરે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. રાજ્યોના રાજ્ય ભવનમાં રાજ્યપાલની હાજરીમાં જીવંત કાર્યક્રમો વિદ્યાર્થીઓ નિહાળશે.

રાજ્ય સરકાર દ્વારા પણ આ પરીક્ષા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રેરીત કરવામાં આવશે. એક્ઝામ વોરીયર્સનો આ કાર્યક્રમ અત્યારે ચાલી રહેલી બોર્ડ ની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ માટે બુસ્ટર ડોઝ સમાન સાબિત થઈ શકે છે.

વિદ્યાર્થીઓ પરીક્ષામાં તણાવ અનુભવતા હોય છે ત્યારે તણાવુક્ત રહે માટે આ પરીક્ષા પે ચર્ચા નો કાર્યક્રમ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ સંવાદ પણ તેમની સાથે કરશે.

આ અંગે વધુમાં જાણકારી આપતા શિક્ષણ મંત્રી જીતી વાઘાણી એ કહ્યુ , કે,  1 અપ્રિલના રોજ સવારે 10 કલાકે આ કાર્યક્રમની શરૂઆત થશે. ભારત સરકારના શિક્ષા મંત્રી વગેરે પણ હાજર રહેશે. સ્કૂલના વિદ્યાર્થીઓ તેમાં જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે પણ તેઓ આ પ્રકારના સંવાદના કાર્યક્રમો વિદ્યાર્થીઓ સાથે અચૂકથી કરતા હતા. .

Follow Me:

Related Posts