કેન્દ્રમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ ભારત દેશની જનતાની અધોગતિની શરૂઆત થઈ ગઈ હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના કાર્યકાળમાં ભારત દેશની જનતાની હાલત કફોડી બની ગઈ છે, ભાજપના રાજમાં સમગ્ર દેશમાં દિન પ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે અને આ વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ તથા મધ્યમ વર્ગને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે, આજે સમગ્ર ભારત દેશમાં ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે અને ભ્રષ્ટાચારીઓ જેલમાં જવાના બદલે ભાજપ પક્ષમાં જઈ રહ્યા છે, ભારત દેશમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને સરકારી નોકરી પણ મળતી નથી, પરિણામે બેરોજગારીનો દર વધ્યો છે, ભાજપના રાજમાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,
આજે ખેડૂતોની આવક ડબલ થવાના બદલે ખેડૂતોના ખર્ચા ડબલ થઈ ગયા છે પરિણામે દેશનો ખેડૂત દેવાના બોજ તળે ડૂબી રહ્યો છે, સમગ્ર ભારત દેશમાં મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર, શોષણ વધી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશને કઈ દિશામાં વિકસિત કરવાનો સંકલ્પ લઈને યાત્રા સમગ્ર ભારત દેશમાં કાઢી રહ્યા છે, શું નરેન્દ્ર મોદી ભારત દેશને ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ભૂખમરામા નંબર-૧ બનાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢી રહ્યા છે? કેન્દ્ર સરકારની કઈ એવી યોજનાઓ છે કે જેથી ભારત દેશની જનતાનું ભલું થયું હોય? નરેન્દ્ર મોદી સરકારની તમામ યોજનાઓ આ દેશની જનતા માટે નિષ્ફળ સાબિત થઈ છે,
જેમકે ખેડૂતો માટે મોટા ઉપાડે કાઢેલી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના આજે સંપૂર્ણપણે બંધ થઈ ગયેલ છે જે અંતર્ગત ભારત દેશના ખેડૂતોને વીમો પણ મળતો નથી, તથા ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને પાકું ઘર પણ મળતું નથી, પીવાના પાણી માટે નલ સે જલ યોજના દ્વારા લોકોને પીવા માટે પાણી પણ પૂરું પાડી શક્યા નથી, નરેન્દ્ર મોદી સરકારની તમામ યોજનાઓ નિષ્ફળ ગઈ હોવા છતાં પણ પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ભારત દેશની જનતાને મૂર્ખ બનાવવાનું કામ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે તેમ કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીએ જણાવ્યું છે.



















Recent Comments