વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં નરેશ પટેલ સહીતના તમામ સમાજના આગેવાનને આમંત્રણ અપાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 મેના રોજ ગુજરાત સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી આજે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પ્રાપ્ત થતી વિગતોમાં રાજકોટ જિલ્લાના કાર્યક્રમની અંદર તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં એક દિવસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેને લઈને તડામાર તૈયારીઓ અત્યારથી જ ચાલી રહી છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થશે. ત્યારે આજે સીઆર પાટીલની આગેવાનીમાં 9 જીલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. તેમ બીજેપી નેતા ભરત બોધરા એ જણાવ્યું હતું.
તમામ સમાજના આગેવાનો સાથે રીવ્યુ બેઠક માટે આજે સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમીક્ષા પીએમના કાર્યક્રમની લઈને કરવામાં આવી હતી. લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે તેવું તેમને કહ્યું હતું.
3થી 3 લાખ 50 હજાર સુધીની જનમેદનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે, જ્યાં મોટી સંખ્યામાં બહેનોને પણ આમંત્રણ અપાયું છે. સમગ્ર સૌરાષ્ટ્રના દરેક આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બધાએ અમારા આમંત્રણને સ્વીકાર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
Recent Comments