fbpx
ગુજરાત

વડાપ્રધાન મોદીએ કહ્યું – ‘શિક્ષણ ક્ષેત્રે કંઇક અલગ કરવું એ ગુજરાતના ડીએનએમાં છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ચૂંટણીના વર્ષમાં પીએમ મોદી આ મહિનામાં ગુજરાતની આ બીજી મુલાકાતે આવ્યા છે. આ બે દિવસમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતને ૧૫ હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિવાળી પહેલાં જનતાને ભેટ આપશે. વડાપ્રધાને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપો-૨૨નું ઉદઘાટન કર્યું છે. જ્યાંથી અડાલજ જઇ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્‌ઘાટન કર્યું છે. હવે વડાપ્રધાન જૂનાગઢ જઇ વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને યજમાન બનાવવા બદલ વડાપ્રધાન અને રક્ષામંત્રીનો આભાર. ડિફેન્સક્ષેત્રમાં પ્રશિક્ષણ આપનારું ગુજરાત પહેલું રાજ્ય છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીથી યુવાનોને એક નવી દિશા મળી છે. ફોરેન્સિકક્ષેત્રમાં રિસર્ચ માટેનું સેન્ટર પણ કાર્યરત થયું છે. ડિફેન્સ પેવેલિયનને પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યું છે. એરો સ્પેસ માટે ગુજરાતના ઘણા એમએસએમઈ કામ કરી રહ્યા છીએ.

ગુજરાત સંવેદનશીલ રાજ્ય છે, ત્યારે ૯૩૫ કરોડના ખર્ચે ડીસામાં એરફિલ્ડનું પીએમ મોદી ભૂમિ પૂજન કરશે. એર સ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન માટે ગુજરાતે પહેલ કરી છે. ડિફેન્સ પોલિસી બનાવનારું ગુજરાત પહેલું રાજ્ય છે. ગાંધીનગરમાં એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની હાજરીમાં આજે ડિફેન્સ એક્સપોનું લોકાર્પણ કરાયું છે. સાંજે પછી હોટલ લીલા પાસે ભવ્ય ડ્રોન શો યોજાશે, જેમાં ૧૨૦૦થી વધુ ડ્રોનની અવનવી આકૃતિઓ તૈયાર કરશે, જેમાં ભારતના નકશા સહિતની આકૃતિઓ તૈયાર કરાશે. લોકો ૨૨ સુધી એક્સપો નિહાળી શકશે. મહાત્મા મંદિર જતા એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપોના કાર્યક્રમો છે. ત્યારે મહાનુભાવોને વધુ ચાલવું ન પડે એ માટે ૧૦૦ જેટલી ગોલ્ફકાર્ટ લવાઈ છે, જેમાં અંદાજે ૩૦ જેટલી મહાત્મા મંદિર ખાતે ૭૦ જેટલી ગોલ્ફકાર્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે મુકાઈ હતી.

તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું ઉદઘાટન કરશે. ત્યાર બાદ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી જૂનાગઢમાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કરશે, જ્યાં વિશાળ જનસભાને પણ તેઓ સંબોધવાના છે. જૂનાગઢ બાદ તેઓ રાજકોટના પ્રવાસે પહોંચશે, જ્યાં રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. રોડ શો બાદ તેઓ રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્‌લેવ-૨૦૨૨નું ઉદઘાટન કરશે, સાથે જ ઈશ્વરિયામાં સાયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ અને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી ઉપરાંત ફ્લાય ઓવરબ્રિજ અને રોડ રસ્તાના વિકાસકાર્યોની સૌરાષ્ટ્રને ભેટ આપશે.

Follow Me:

Related Posts