fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ તેમના યુએસ પ્રવાસના બીજા દિવસે ન્યુયોર્કના નાસાઉ કોલિઝિયમ એરેના ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા

અમેરિકન પ્રવાસના બીજા દિવસે ૨૨ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેમણે ટેક કંપનીઓના મુખ્ય સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠકો યોજી હતી. આ સિવાય તેઓ વિશ્વના નેતાઓને પણ મળ્યા છે.

ટેક કંપનીઓના સીઈઓ સાથેની રાઉન્ડ ટેબલ મીટિંગમાં પીએમ મોદીએ ટેક્નોલોજી, ઈનોવેશન અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઁસ્ મોદી સાથેની આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં છર્ઙ્ઘહ્વી ઝ્રઈર્ં શાંતનુ નારાયણ, ય્ર્ર્ખ્તઙ્મી ઝ્રઈર્ં સુંદર પિચાઈ, ૈંમ્સ્ ઝ્રઈર્ં અરવિંદ કૃષ્ણ, છસ્ડ્ઢ ઝ્રઈર્ં લિસા સુ, સ્ર્ઙ્ઘીહિટ્ઠ ઝ્રઈર્ં નૌબર અફયાન અને ૐર્ઙ્મંીષ્ઠ ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ઝ્રઈર્ં ડૉ. કૃષ્ણા સિંહ હાજર હતા. આ બેઠકમાં પીએમ મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટર સંબંધિત મુદ્દાઓ સહિત ભારતની શક્યતાઓ અને તકો પર ચર્ચા કરી હતી. અમેરિકન પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી વિશ્વના નેતાઓને પણ મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ, નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી, કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબા અને અન્ય ઘણા નેતાઓને મળ્યા હતા.

પીએમ મોદીએ મહમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગાઝામાં માનવીય સંકટ અને ક્ષેત્રમાં બગડતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે યુદ્ધ કોઈ ઉકેલ નથી.

સંવાદ અને કૂટનીતિના માર્ગે પાછા ફરવાથી જ ઉકેલ મળશે. તે જ સમયે, નેપાળના વડા પ્રધાન સાથેની તેમની વાતચીતમાં, પીએમ મોદીએ ભારત-નેપાળ ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. ઁસ્ મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે મુલાકાત કર્યા બાદ ભારત-કુવૈત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત કુવૈત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને અત્યંત મહત્વ આપે છે. આ સિવાય પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતા.

તે જ સમયે, ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમ એરેનામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ૨૦૨૪નું આ વર્ષ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ વિશ્વના ઘણા દેશો વચ્ચે સંઘર્ષ અને તણાવ ચાલી રહ્યો છે તો બીજી તરફ ઘણા દેશોમાં લોકશાહીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની જનતાએ આ નવો જનાદેશ આપ્યો છે. તેના ઘણા અર્થો છે અને તે ખૂબ મોટા પણ છે. અમારે ત્રીજી ટર્મમાં બહુ મોટા લક્ષ્યો હાંસલ કરવાના છે. આપણે ત્રણ ગણી તાકાત અને ત્રણ ગણી ઝડપ સાથે આગળ વધવાનું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વના સૌથી મોટા યુવા દેશોમાંનો એક છે. ભારત ઊર્જાથી ભરેલું છે, સપનાઓથી ભરેલું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે પાછળ નથી રહેતું, તે નવી સિસ્ટમ બનાવે છે અને આગળ વધે છે. ભારત હવે અટકવાનું નથી, ભારત હવે અટકવાનું નથી. તેમણે કહ્યું કે આજે ભારતનું ૫ય્ માર્કેટ અમેરિકા કરતાં મોટું થઈ ગયું છે અને આ માત્ર બે વર્ષમાં જ થયું છે. હવે ભારત ‘મેડ ઇન ઇન્ડિયા’ ૬ય્ પર કામ કરી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત ૧૦માં નંબરથી ૫ નંબરનું અર્થતંત્ર બની ગયું છે. હવે દરેક ભારતીય ઈચ્છે છે કે ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જાય. વડાપ્રધાને કહ્યું કે ભારત હવે તકોની રાહ જાેતું નથી, તે તકો સર્જે છે. અગાઉ ભારત સમાન અંતરની નીતિ અપનાવતું હતું. આજે સમગ્ર વિશ્વ સાથે અમારી ભાગીદારી વધી રહી છે. આજે જ્યારે ભારત ગ્લોબલ પ્લેટફોર્મ પર કંઈક બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે.

Follow Me:

Related Posts