વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’ને સંબોધિત કરી
દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’નું આયોજન થઈ રહ્યું છે. જેમાં ૨૦ દેશના કારોબારી પણ સામેલ છે. આ મહાકુંભના ત્રીજા દિવસે વડાપ્રધાન મોદીના ભાષણને સાંભળીને દુનિયાના હાજર રહેલા ૨૦ દેશના પ્રતિનિધિ પણ સ્તબ્ધ થઈ ગયા. વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે ૧.૨૫ લાખથી વધારે સ્ટાર્ટઅપ અને ૧૧૦ યૂનિકોર્નની સાથે ભારત દુનિયાની ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ તરીકે ઉભર્યુ છે અને યોગ્ય ર્નિણયોની સાથે એક વિકસિત રાષ્ટ્ર બનવાનો રોડમેપ તૈયાર કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ અહીં ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’ને સંબોધિત કરતા કહ્યું કે ભારતનું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ હવે માત્ર મેટ્રો શહેરો સુધી સીમિત નથી. હવે તે એક સામાજિક સંસ્કૃતિ બની ચૂકી છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ વાયદો કર્યો કે તે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બનાવશે. તેમને કહ્યું કે સ્ટાર્ટઅપ ભારતની પ્રગતિમાં મોટી ભૂમિકા નિભાવશે. તેમને કહ્યું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલે ઈનોવેટિવ આઈડિયાઝ અને એન્ટરપ્રિન્યોર્સ અને એન્ટરપ્રાઈઝને ફંડિંગ સાથે જાેડવાનું પ્લેટફોર્મ આપ્યું છે.
વડાપ્રધાન મોદીએ લોકોની બદલાતી માનસિકતા પર પ્રકાશ પાડતા કહ્યું કે ભારતના યુવાઓએ નોકરીની શોધ કરવાની જગ્યાએ નોકરી આપનાર બનવાનો રસ્તો પસંદ કર્યો છે. તેમને કહ્યું કે ૪૫ ટકાથી વધારે ભારતીય સ્ટાર્ટઅપની કમાન મહિલાઓની પાસે છે. વડાપ્રધાને કહ્યું કે ભારતે ટેક્નોલોજીનું લોકશાહીકરણ કર્યું છે, તેથી આ ક્ષેત્રમાં સાધન પાસે ન હોવાનો સિદ્ધાંત કામ કરી શકે નહીં. મોદીએ કહ્યું કે વચગાળાના બજેટમાં સંશોધન અને નવીનતા માટે જાહેર કરાયેલ રૂ. ૧ લાખ કરોડના ભંડોળથી ઉભરતા ક્ષેત્રોને મદદ મળશે. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ૨ હજારથી વધારે સ્ટાર્ટઅપ, ૧ હજારથી વધારે રોકાણકાર, ૩૦૦ ઈનક્યૂબેટર, ૩ હજાર સંમેલન પ્રતિનિધિ, ૨૦થી વધારે દેશના પ્રતિનિધિ, ભારતીય રાજ્યોના ભાવી બિઝનેસમેન, ૫૦થી વધારે યૂનિકોર્ન અને ૫૦ હજારથી વધારે વધુ બિઝનેસમેન સામેલ હોવાના સમાચાર છે. આ આયોજન અગાઉના કોઈપણ આયોજન કરતાં ૧૦૦ ગણું મોટું હોવાનું કહેવાય છે.
Recent Comments