fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક સાથે કરી વાત, આ મુદા પર મુક્યો ભાર!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે વાત કરી છે. સાથે કહ્યું કે અમે બબંને દેશોના સંબંધ મજબૂત કરીશું. તેમણે ટ્‌વીટ કર્યું, ‘આજે યુકેના પીએમનો કાર્યભાર સંભાળવા પર ઋષિ સુનકને શુભેચ્છા આપી. અમે અમારી વ્યાપક રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત એફટીએને લઈને નિષ્કર્ષ પર પહોંચવાના મહત્વને લઈને સહમત થયા છીએ. બ્રિટનના પીએમ સુનકે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. તેમણે ટ્‌વીટ કર્યુ- “યુકે અને ભારત ઘણું સામ્ય ધરાવે છે. અમે અમારા સુરક્ષા, સંરક્ષણ અને આર્થિક સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ,

અમે અમારા બે મહાન લોકશાહીઓ શું પરિપૂર્ણ કરી શકે છે તે અંગે હું ઉત્સાહિત છું.” નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઋષિ સુનકને ટેગ કરતા સોમવાર (૨૪ ઓક્ટોબર)સ એ પણ ટ્‌વીટ કર્યું હતું. બ્રિટનના પ્રધાનમંત્રી બનવા પર તમને હાર્દિક શુભેચ્છા, વૈશ્વિક મુદ્દા પર એક સાથે મળીને કામ કરવા અને ૨૦૩૦ના રોડમેપને લાગૂ કરવાની હું આશા કરૂ છું. આપણે આપણા ઐતિહાસિક સંબંધોને એક આધુનિક ભાગીદારીમાં બદલીએ, બ્રિટિશ ભારતીયોના સજીવ સેતુને વિશેષ દિવાળીની શુભકામનાઓ. ઋષિ સુનકે મંગળવારે ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ પ્રધાનમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળી લીધો છે. તેમને દિવાળીના દિવસે કંઝર્વેટિવ પાર્ટીના બિનહરીફ નેતા ચૂંટી લેવામાં આવ્યા હતા. બ્રિટનના પૂર્વ નાણામંત્રી સુનક (૪૨) હિન્દુ છે અને તે છેલ્લા ૨૧૦ વર્ષમાં બ્રિટનના સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી છે.

Follow Me:

Related Posts