વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને મહા અઘાડી પર આકરા પ્રહારો કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને મહા અઘાડી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને મહા અઘાડી દલિતો અને પછાત લોકોનું અપમાન કરે છે. કોંગ્રેસ માત્ર ગરીબોને લૂંટવા માંગે છે. કોંગ્રેસ શહેરી નક્સલવાદીઓની ટોળકી ચલાવી રહી છે. આ લોકો દેશને પ્રગતિ કરતા રોકવા માંગે છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશના ભાગલા પાડવાના પોતાના એજન્ડામાં નિષ્ફળ જવાના ડરથી અમને એકબીજાની સામે ઉભા કરી રહી છે. જેઓ ભારતને પ્રગતિ કરતા રોકવા માગે છે તેઓ કોંગ્રેસના ખતરનાક એજન્ડાને સમર્થન આપી રહ્યા છે. આ લોકો ડ્રગના પૈસાથી ચૂંટણી જીતવા માંગે છે. દિલ્હીમાં હજારો કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમાં કોંગ્રેસના નેતાઓ સામેલ છે. ૩કોંગ્રેસથી સાવચેત રહેવાની જરૂર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસની વિચારસરણી શરૂઆતથી જ વિદેશી રહી છે. બ્રિટિશ શાસનની જેમ આ કોંગ્રેસી પરિવારો પણ દલિત, પછાત વર્ગ અને આદિવાસીઓને પોતાના સમાન ગણતા નથી. તેઓને લાગે છે કે ભારતમાં ફક્ત એક જ પરિવાર દ્વારા શાસન કરવું જાેઈએ, તેથી તેઓ હંમેશા બંજારા સમુદાય પ્રત્યે અપમાનજનક વલણ જાળવી રાખે છે. પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોએ ઘણા દાયકાઓથી ભારે સંકટનો સામનો કર્યો છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની સરકારે ખેડૂતોને ગરીબ અને કંગાળ બનાવવામાં કોઈ કસર છોડી નથી. જ્યાં સુધી મહાઅઘાડીની સરકાર હતી ત્યાં સુધી તેમની પાસે બે જ એજન્ડા હતા. પહેલું, ખેડૂતોને લગતા પ્રોજેક્ટ બંધ કરવા અને બીજું, આ પ્રોજેક્ટ્સના પૈસા લઈને ભ્રષ્ટાચાર આચરવો. અમે કેન્દ્રમાંથી પ્રોજેક્ટ માટે પૈસા મોકલતા હતા, પરંતુ તેઓ તે ઉઠાવે છે. દરેક ચૂંટણી પહેલા ખોટા વચનો આપવા એ કોંગ્રેસનો એજન્ડા છે. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને મહા અઘાડી સરકારે ઘણી યોજનાઓ બંધ કરી દીધી હતી.
Recent Comments