ગુજરાત

વડાપ્રધાન મોદીએ મોઢેરા સૂર્ય મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો ખૂલ્લો મૂક્યો

પીએમ મોદી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદથી મોઢેરા પહોંચેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા ૩૦૯૨ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને પીએમ મોદી દ્વારા જાહેરસભાનો સંબોધવામાં આવી હતી. લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ પીએમ મોદીએ મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા. ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું. શરદ પુર્ણિમા છે અને મહર્ષિ વાલ્મીકિજીની જંયતી પણ છે. મહર્ષિ વાલ્મીકિજીએ આપણને ભગવાન રામના સમરસ જીવનના દર્શન કરાવ્યા અને સમાંતરનો સંદેશ આપ્યો. પહેલા લોકો મોઢેરા સૂર્ય મંદિરના કારણે જાણીતું હતું મોઢેરાના સુર્ય મંદિરથી પ્રેરણા લઇ મોઢેરા સુર્યગ્રામ પણ બની શકે છે તે એક સાથે દુનિયામાં ઓળખાશે.

મોઢેરાના સૂર્ય મંદિરને ધ્વસ્ત કરવા જે આંક્રાંતાઓએ ખૂબ પ્રયાસો કર્યા પૌરાણિક તેમજ આધુનિકતા સાથે દુનિયા માટે એક મિશાલ બનશે. જયારે પણ દુનિયામાં સૌર ઉર્જાની વાત થશે એટલે મોઢેરા પહેલુ નામ દેખાશે. અંહી બધુ હવે સોલર ઉર્જાથી ચાલશે. ૨૧મી સદીમાં આર્ત્મનિભર ભારત માટે આપણે આપણી ઉર્જાથી જાેડાયેલા આવા ઘણા પ્રયાસો કરવાના છે. ગુજરાત સહિત દેશ અને આપણી આવનાર નવી પેઢીને સુરક્ષા મળે તે માટે દિવસ રાત મહેનત કરી દેશને યોગ્ય દિશામાં લઇ જવા સતત પ્રયાસ કરી રહ્યો છું. મોઢેરામાં હવે એ દિવસ દૂર નહી હોય જ્યાં મોઢેરામાં વીજળી ફ્રી મળે ઉપરથી રૂપિયા પણ મળે. અત્યાર સુઘી એમ થતુ કે સરકાર વીજળી ઉત્પન્ન કરે અને જનતા ખરીદતી પરંતુ હું દેશને એ રસ્તે લઇ જવા માંગુ છું કે જનતા વીજળી ઉત્પન્ન કરે અને સરકાર વીજળી ખરીદે.

અંહી ઉપસ્થિત ૨૦ થી ૨૨ વર્ષના યુવાનોને જાણ નહી હોય કે પહેલા મહેસાણાની સ્થિતિ કેવી હતી. વીજળી, પાણી માટે હાલાકી પડતી હતી તે દિવસો ઉત્તર ગુજરાતે જાેયા છે. પહેલા કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ ચિંતાજનક હતી. પહેલા કોઇને અમદાવાદ આવવું હોય તો ફોન કરીને સ્વજનોને પુછે કે અમદાવાદમાં શાંતિ છે ને? આવા દિવસો હતા, છાશવારે હુલ્લડ થતા. આજના ૨૦ થી ૨૨ વર્ષના યુવાનોએ કર્ફ્‌યુ શબ્દ સાંભળ્યો નથી આવો કાયદો અને વ્યવસ્થા આપણે ગુજરાતમાં લાગુ કરી છે. છેલ્લા ૨ દશકમાં જનતાએ ભાજપ પર જે વિશ્વાસ મુક્યો તેના કારણે ગુજરાતે સમગ્ર દેશમાં પોતાની ઓળખ મજબૂત કરી છે. ગુજરાતની જનતાએ કયારેય મારા રાજનીતીક જીવનને જાેયુ નથી. ગુજરાતની જનતાએ મને આંખ બંધ કરી આશીર્વાદ આપ્યા છે, ગુજરાતની જનતાએ મારા કામને જાેયુ, મારી સાથે મારા સાથીઓને પણ ગુજરાતની જનતાએ આશિર્વાદ આપ્યા.

જેમ ગુજરાતની જનતાના આશિર્વાદ વધે છે તેમ મારી કામ કરવાની ઇચ્છા અને તાકાત પણ વધતી જાય છે. અમેરિકામાં લોકો સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જાેવા જાય છે તેના કરતા વધારે આપણું સ્ટેચ્યૂ ઓફ યુનીટી જાેઇ સરદાર સાહેબના ચરણોમાં વંદન કરે છે. આ મોઢેરા ટૂંક સમયમાં ટુરિઝમનું સેન્ટર બની જશે. અંહી આવનારો ટુરિસ્ટ નિરાશ થઇને ન જાય તેનું આપ ધ્યાન રાખજાે. ગુજરાતમાં ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધ્યુ છે, જાપાન વાળા ગાડી બનાવે અને અંહી બનેલી ગાડી જાપાન મંગાવે તે રીતનું કામ ગુજરાતમાં થયું છે. પહેલા ગુજરાતમાં સાયકલ બનાવવાના ફાફા હતા, ગાડીઓ બની રહી છે.

જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી તે ગુજરાતમાં ગાડી, મેટ્રોના કોચ બનવા માંડયા અને તે દિવસ પણ દુર નહી હોય કે વિમાન પણ ગુજરાતની ઘરતી પર બનશે. બે દશકમાં ધાર્મિક સ્થળોના ખૂબ વિકાસ કરવાનો પ્રયાસ કર્યો છે. મહેસાણાના મોઢેરામાં જાહેરસભાને સંબોધન સમયે વડાપ્રધાને મહેસાણાવાસીઓને રામ-રામ કર્યા હતા. મહેસાણાવાસીઓને કહ્યું હતું કે, તમે આંખ બંધ કરીને મને આશીર્વાદ આપ્યા છે. આજે જે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે તે રોજગારના નવા અવસર પેદા કરશે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદરૂપ થશે.

Follow Me:

Related Posts