રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સને દેશના ૧.૪ અબજ લોકોની ભાવનાઓને વ્યક્ત કરી લખ્યો પત્ર

ભારતીયોને સુનિતાની સફળતા પર ગર્વ છે, ભારત આવવા આમંત્રણ: પીએમ મોદી

આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને સુરક્ષિત વાપસીની શુભેચ્છા પાઠવી હતી.
.
ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં ૨૮૬ દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન ૧૮ માર્ચ, મંગળવારના રોજ સવારે ૧૦.૩૫ વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું.

નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન ૧૦ દિવસનું હતું. જાેકે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અંતરિક્ષયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જે બાદ સુનિતા વિલિયમ્સે ૯ મહિના ત્યાં જ વિતાવ્યા. હવે સુનિતા અને બુચ અન્ય બે અંતરિક્ષયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહ્યા છે.

૧ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનીતા વિલિયમ્સને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સુનીતાના સુરક્ષિત વાપસીની શુભેચ્છા પાઠવી હતી અને તેને ભારતની પુત્રી ગણાવી હતી. વડાપ્રધાને આ પત્ર સુનિતા વિલિયમ્સને પ્રખ્યાત અવકાશયાત્રી માઈક મેસિમિનો દ્વારા મોકલ્યો હતો. આ પત્ર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શેર કર્યો છે.
પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે ભારતના ૧.૪ અબજ લોકો હંમેશા તમારી ઉપલબ્ધિઓ પર ગર્વ અનુભવે છે. તાજેતરના વિકાસમાં તમે ફરી એકવાર તમારી ક્ષમતા બતાવી છે. અલબત્ત તમે અમારાથી હજારો માઈલ દૂર છો પણ તમે અમારા હૃદયની નજીક છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને તમારા મિશનની સફળતા માટે પ્રાર્થના કરે છે. બોની પંડ્યા તમારી આતુરતાથી રાહ જાેતા હશે અને મને ખાતરી છે કે સ્વર્ગસ્થ દીપકભાઈની પ્રાર્થના તમારી સાથે છે. મને યાદ છે કે ૨૦૧૬ માં અમેરિકી પ્રવાસ દરમિયાન તમે અને તેમની મુલાકાત કરી હતી. અમે તમારા પાછા ફર્યા પછી ભારત આવવાની રાહ જાેઈશું. અમારી દીકરીને ભારતમાં હોસ્ટ કરવી એ અમારા માટે આનંદની વાત હશે. હું માઈકલ વિલિયમ્સને મારી શુભેચ્છાઓ પણ મોકલું છું. તમને અને બેરી વિલ્મરને સુરક્ષિત વળતર માટે શુભેચ્છાઓ.
આ પત્ર શેર કરતી વખતે કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્રએ કહ્યું કે એવા સમયે જ્યારે આખું વિશ્વ સુનીતા વિલિયમ્સની સુરક્ષિત વાપસીની રાહ જાેઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની દીકરીના સુરક્ષિત વાપસી માટે આશાવાદી છે.

અવકાશયાત્રી માઈક મેસિમિનો દ્વારા સુનીતા વિલિયમ્સને મોકલવામાં આવેલા પીએમ મોદીના આ પત્રમાં ૧.૪ અબજ ભારતીયોનું ગૌરવ પ્રતિબિંબિત થાય છે. થોડા દિવસો પહેલા પીએમ મોદી એક કાર્યક્રમમાં માસિમિનોને મળ્યા હતા અને તેમને વિનંતી કરી હતી કે તેમનો અને ભારતીયોનો આ પત્ર સુનીતા વિલિયમ્સ સુધી પહોંચવો જાેઈએ. આ પત્રમાં પીએમ મોદીએ સુનીતાના સુરક્ષિત વાપસીની શુભેચ્છા પાઠવી હતી અને તેને ભારતની પુત્રી ગણાવી હતી, જ્યારે સુનીતાએ આ માટે પીએમ મોદી અને ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts