વડાપ્રધાન મોદીએ ૧૧૮ હાઇટેક અર્જુન ટેન્ક (સ્દ્ભ-૧છ) સેનાને સોંપી
મોદીએ ચેન્નાઇ અને અટિપટ્ટુ વચ્ચે ચોથી રેલ લાઇનનું પણ ઉદ્ધાટન કર્યું
વડાપ્રધાને પુલવામા હુમલાના શહિદ જવાનોને યોદ કર્યા, આર્ત્મનિભર ભારત તરફ વધુ એક ડગલું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઇમાં તેમણે ૧૧૮ હાઇટેક અર્જુન ટેન્ક (સ્દ્ભ-૧છ) સેનાને સોંપી છે. આ પ્રસંગે વડાપ્રધાને સલામી પણ આપી હતી. આ દરમિયાન આર્મી ચીફ એમ.એમ. નરવણે પણ હાજર રહ્યા હતા. આ ટેન્કને ડ્ઢઇર્ડ્ઢંએ ૮૪૦૦ કરોડના ખર્ચે તૈયાર કરી છે. પીએમ મોદીએ તમિલનાડુમાં ૩,૭૭૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચેન્નઇ મેટ્રો રેલ ફેજ-૧ એક્સટેંશનનું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ ચેન્નઇ અને અટિપટ્ટૂ વચ્ચે ચોથી રેલ લાઇનનું ઉદ્ધાટન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ પુલવામાં હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે આજનો દિવસ કોઈ ભારતીય ભૂલી શકે નહીં. આજથી બે વર્ષ પહેલાં આજના જ દિવસે પુલવામામાં હુમલો થયો હતો. અમે તે બધા શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે તે હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમને આપણા સુરક્ષા દળો પર ગર્વ છે. તેમની હિંમત આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. આજે મેં દેશમાં બનાવેલ અને ડિઝાઇન કરેલી અર્જુન મેન બેટલ ટેન્કને સોંપી છે.
વડાપ્રધાને ચેન્નઇમાં કહ્યું, “વણક્ક્મ ચેન્નઈ, વણક્ક્મ તમિલનાડુ. આ શહેર ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલું છે. અહીં હાર્દિક સ્વાગત માટે આભાર. તમારા પ્રેમ અને સ્નેહથી અભિભૂત થયો. અમે ચેન્નાઇમાં ૩ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ પ્રોજેક્ટ દેશના વિકાસનું પ્રતીક છે. તે તમિલનાડુનો વિકાસ દર્શાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે તામિલનાડુ પહેલાં જ ભારતનું ઓટોમોબાઇલ નિર્માણ હબ છે. હવે હું તામિલનાડુને ભારતના ટેન્ક નિર્માણ હબ તરીકે વિકસિત થતાં જાેઇ રહ્યો છું. આજે દુનિયા ભારતને મોટા ઉત્સાહ અને સકારાત્મકતાની સાથે જાેઇ રહ્યો છું. આ દાયકો ભારતનો થવા જઇ રહ્યો છે. ભારત સરકાર તેના માટે દરેક શકય પ્રયાસ કરવા પ્રતિબદ્ધ છે.
અર્જુન ટેન્ક સેનાને સોંપતા પીએમ મોદીએ કહ્યું કે આજે મને મારા દેશની રક્ષા માટે બીજા એક યૌદ્ધાને દેશને સમર્પિત કરવા પર ગર્વ છે. મને સ્વદેશી અર્જુન ટેન્ક (માર્ક-૧છ) દેશને સોંપવા પર ગર્વ છે. બે ડિફેન્સ કોરિડોર્સમાંથી એક તામિલનાડુમાં છે. કોરિડોરને પહેલાં જ ૮૧૦૦ કરોડ રૂપિયાના રોકાણનું કમિટમેન્ટ મળી ચૂકયું છે.
Recent Comments