વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠક વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશનો મૂડ શું છે તેની જાણ થઈ ગઈ છે
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠક વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઈ હતી. ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવવા (ઇઝ ઓફ ડુઈંગ) અને આર્થિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર-રાજ્યોએ એકસાથે મળીને કામ કરવાની જરૂર છે. ખાનગી ક્ષેત્રને આર્ત્મનિભર ભારત કાર્યક્રમનો હિસ્સો બનવા માટે પૂરતી તક અપાવવી જાેઈએ, એમ વડા પ્રધાને કહ્યું હતું. કેન્દ્રીય બજેટની સકારાત્મક પ્રતિક્રિયા ‘મૂડ ઓફ ધ નેશન’ જણાવે છે કે દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું. કૃષિ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ખાદ્ય તેલ જેવી કૃષિ ચીજવસ્તુઓના ઉત્પાદન અને એની આયાત ઘટાડવા માટે પ્રયાસ કરવા જાેઈએ, જેથી ખેડૂતોને લાભ થાય.કૃષિપ્રધાન દેશ હોવા છતાં રૂ. ૬૫,૦૦૦-૭૦૦૦૦ કરોડના ખાદ્ય તેલની આયાત બહારથી કરવી પડે છે. આપણે આ બંધ કરી શકીએ છીએ અને આ ખેડૂતોના ખાતામાં નાણાં જઈ શકે છે. આ પૈસાના હકદાર ખેડૂતો છે, પણ આના માટે ખેડૂતોને માર્ગદર્શન આપવું જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેન્ક ખાતા ખોલવામાં, રસીકરણ અને આરોગ્યની સુવિધામાં વધારો, મફત વીજ જાેડાણ અને મફત ગેસ કનેક્શનથી ગરીબોના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન જાેવા મળ્યું છે.
કોરોના કાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કર્યું, જેનાથી દેશ સફળ થયો. ભારતના વિકાસનો પાયો એ છે કે કેન્દ્ર અને રાજ્યો એકસાથે કામ કરી રહ્યાં છે. અને કોઓપરેટિવ ફેડરલિઝમને વધુ સક્ષમ બનાવે છે. આપણે માત્ર રાજ્યો નહીં, પણ જિલ્લામાં પણ પ્રતિસ્પર્ધી, કોઓપરેટિવ ફેડરલિઝમ લાવવાના પ્રયાસ કરવા પડશે, એમ તેમણે કહ્યું હતું. બેઠક સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જયારે દેશ પોતાની આઝાદીના ૭૫ વર્ષ પુરા કરવા જઈ રહ્યો છે ત્યારે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક વધુ મહત્વપૂર્ણ થઇ ગઈ છે. હું રાજ્યોને આગ્રહ કરું છુ કે આઝાદીના ૭૫ વર્ષ માટે પોત-પોતાના રાજ્યમાં સમાજના તમામ લોકોને જાેડી સમિતીયોનુ નિર્માણ થાય.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે એ પણ જાેઈ રહ્યા છીએ કે કેવી રીતે દેશમાં પ્રાઈવેટ સેક્ટર, દેશની આ વિકાસ યાત્રામાં વધુ ઉત્સાહથી આગળ વધી રહ્યા છે. સરકાર તરીકે અમારે આ ઉત્સાહનો પ્રાઈવેટ સેક્ટરની ઉર્જાનું સન્માન પણ કરવાનું છે. અને તેને આર્ત્મનિભર ભારત અભિયાનમાં એટલો જ અવસર પણ આપવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે, ;આપણને કૃષિ પ્રધાન દેશ કહેવાતા છતાં આજે ૬૫૦૦૦-૭૦૦૦૦ કરોડ ખાદ્ય પદાર્થ આપણે બહારથી લઈએ છે. આપણે એ બંધ કરી શકીએ છીએ, આપડા ખેડૂતના ખાતામાં પૈસા જઈ શકે છે. આ પૈસાના હકદાર આપણા ખેડૂત છે પરંતુ એના માટે યોજના એવી બનાવવી પડશે. એના માટે ખેડૂતોને ગાઈડ કરવાની જરૂરત છે.
Recent Comments