fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીએમ પોષણ સ્કીમને મંજૂરી આપવામાં આવી


કેન્દ્ર સરકારે આજે રાજકોટ-કનાલૂસ અને નિમાચ-રતલામ રેલવે લાઇનને ડબલ કરવાને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ(સીસીઇએ) ની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. રાજકોટ-કનાલૂસ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ૧૦૮૦.૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૧૧.૨૦ કિમીની રેલવે લાઇન ડબલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.જ્યારે નિમાચ-રતલામ રેલવે લાઇન પાછળ અંદાજિત ૧૦૯૫.૮૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓંમાં ચલાવવામાં આવતી રાષ્ટ્રીય મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને પીએમ પોષણ યોજના કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ બાલવાટિકા અને પ્રિ પ્રાયમરી વર્ગોના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવશે તેમ સરકારે આજે જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીએમ પોષણ સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ ૧૧.૨ લાખથી વધુ સરકારી શાળાઓના ૧૧.૮૦ કરોડ બાળકોને બપોરનું ભોજન આપવામાં આવશે. હાલમાં સરકારે આ સ્કીમને આગામી પાંચ વર્ષ સુધી ચલાવવાનો ર્નિણય લીધો છે. જેની પાછળ કુલ ૧.૩૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજના પાછળ કેન્દ્ર સરકાર ૫૪૦૬૧.૭૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને રાજ્ય સરકારો પાસેથી ૩૧૭૩૩.૧૭ કરોડ રૂપિયા વસુલ કરવામાં આવશે. જાેે કે અનાજ માટે કેન્દ્ર સરકાર અલગથી ૪૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. નાણાં વર્ષ ૨૦૨૧-૨૨થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળામાં એકસપોર્ટ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (ઈસીજીસી)માં રૂપિયા ૪૪૦૦ કરોડની મૂડી ઠાલવવાની તથા જાહેર ભરણાં મારફત તેના લિસ્ટિંગની દરખાસ્તને કેન્દ્રીય કેબિનેટે મંજુરી આપી હતી. રૂપિયા ૫૦૦ કરોડની મૂડી તાત્કાલિક ધોરણે કરાશે તથા ઈસીજીસીનું લિસ્ટિંગ આવતા વર્ષે કરવાની યોજના છે, એમ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય પિયુષ ગોયલે કેબિનેટ બેઠક બાદ પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું.

વર્તમાન નાણાં વર્ષના ૨૧ સપ્ટેમ્બર સુધીમાં દેશનો કુલ નિકાસ આંક રૂપિયા ૧૮૫ અબજ રહ્યો છે. વ્યવસાયીક અથવા રાજકીય કારણોસર વિદેશના ખરીદદારો દ્વારા દેશના નિકાસકારોને પેમેન્ટની ચૂકવણીમાં નિષ્ફળતા સામે નિકાસકારોને ક્રેડિટ ઈન્સ્યૂરન્સ સર્વિસીઝ મારફત રક્ષણ પૂરું પાડવા ઈસીજીસીની સ્થાપના કરાઈ છે. નવી યોજનામાં તિથિ ભોજનને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. તિથિ ભોજનમાં તહેવાર પ્રસંગે લોકો સરકારી શાળાના બાળકોને ભોજન કરાવે છે. પીએમ પોષણ સ્કીમ હેઠળ શાળાના બાળકોને રાંધેલો ગરમ ખોરાક આપવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ(સીસીઇએ)ની બેઠકમાં પીએમ પોષણ સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકારી અને સરકારની ગ્રાન્ટથી ચાલતી શાળાઓના ધો. ૧ થા ૮ના વિદ્યાર્થીઓને ગરમ રાંધેલો ખોરાક આપવામાં આવશે.

Follow Me:

Related Posts