વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત પહેલા ન્યુ જર્સીની રેસ્ટોરન્ટે ‘મોદી જી થાલી’ નામની પ્લેટ તૈયાર કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જાે બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડનના આમંત્રણ પર અમેરિકા જશે. પીએમ મોદી બુધવાર ૨૧ થી શનિવાર ૨૪ જૂન સુધી અમેરિકાના પ્રવાસે હશે. પીએમ મોદીની આ મુલાકાત પહેલા ન્યુ જર્સીની એક રેસ્ટોરન્ટે ‘મોદી જી થાલી’ નામની પ્લેટ તૈયાર કરી છે. આ પ્લેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેફ શ્રીપાદ કુલકર્ણી દ્વારા બનાવવામાં આવેલ ‘મોદી જી થાલી’માં ભારતીય વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, રેસ્ટોરન્ટના માલિક ટૂંક સમયમાં બીજી થાળી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, જે વિદેશ મંત્રી એસ જયશંકરને સમર્પિત કરવામાં આવશે. રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે એસ જયશંકર ભારતીય અમેરિકન સમુદાયમાં પણ ખૂબ લોકપ્રિય છે. ‘મોદી જી થાલી’માં ખીચડી, રસગુલ્લા, સરસોનું શાક, દમ આલૂ, ઈડલી, ઢોકળા, છાશ અને પાપડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં કરાયેલી ભલામણ બાદ તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ યર’ તરીકે જાહેર કર્યું છે. આ સિદ્ધિની ઉજવણી કરવા અને બાજરી વિશે જાગૃતિ લાવવા માટે, રેસ્ટોરન્ટે બાજરીનો ઉપયોગ કરીને વાનગીઓ તૈયાર કરી છે. તમને જણાવી દઈએ કે જાે બાયડન અને તેમની પત્ની જીલ બાયડન ૨૨ જૂન ગુરુવારે પીએમ મોદીના ડિનરનું આયોજન કરશે. પીએમ મોદીના માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં ચાહકો છે.
Recent Comments