પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તૃલમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજાને ઘેરવાની તક છોડી રહ્યા નથી. ભાજપ રાજ્યમાં સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવવાનો દાવો કરી રહી છે તો મમતા બેનર્જી બાહરી વર્સિસ આંતરિક મુદ્દાને ધાર આપી રહ્યા છે. ભાજપની માટીના ‘લાલ’ ને જ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી કાઉન્ટ કરવાનો પુરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એવામાં સુપર સ્ટાર મિથુન ચક્રવર્તીના ભાજપમાં જાેડાવવાની અટકળો ખૂબ મહત્વપૂર્ણ છે.
મિથુન ચક્રવર્તીના ભાજપમાં જાેડાવવાના સમાચાર પર ભાજપ બંગાળ પ્રભારી અને પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય રિએક્શન આવ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે ‘ત્યાં (પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં) ફક્ત પીએમ હશે અને જનતા. કોણ મોટી હસ્તી છે? અમે જનતા સાથે આવનાર દરેક વ્યક્તિનું સ્વાગત કરીશું. ભલે તે મિથુન ચક્રવર્તી હોય.
કૈલાશ વિજય વર્ગીયએ મમતા પર નિશાન સાધતાં કહ્યું કે ભવાનીપુરથી હારવાના ડરથી તે નંદીગ્રામ ગઇ છે અને ત્યાં પણ હારશે. તેમણે કહ્યું કે અમારા ઉમેદવારોના નામનો અંતિમ ર્નિણય થઇ ગયો છે. હવે ઉમેદવારોની યાદી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખૂબ જલદી જ દિલ્હીથી નામોની જાહેરાત કરવામાં આવશે.
Recent Comments