રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીનું એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય સ્વાગત કરાયું

કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. ગુજરાતની જનતા પ્રધાનમંત્રી પર ઓળઘોળ થઈ હોય તે પ્રકારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી રહી.

આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું હતું. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું ત્યારે તેમનો ભાવભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓએ ઁસ્નું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ રોડ શૉની જવાબદારી સંભાળી રહ્યા છે. કમલમની બહાર ભાજપના જે નેતાઓ પ્રદેશ બેઠકમાં ભાગ લેવાના છે તે જ નેતાઓની ગાડીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, અન્ય કોઈ વ્યક્તિઓને એમની આસપાસ પણ ન આવવા દેવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે ૪ રાજ્યમાં ભાજપની જીત થઈ છે. જેથી ઉત્સાહ વધી રહ્યો છે અને તે જ ઉત્સાહ સાથે અલગ અલગ સમાજના લાખો લોકો પીએમ મોદીના સ્વાગત માટે રોડ શૉ માં આવ્યા છે.

અમને અલગ અલગ જવાબદારી આપી છે એ પ્રમાણે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. ઠક્કર હર્ષ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું યુક્રેનમાં ફસાયો હતો ત્યારે હંગેરી સુધી પહોંચ્યો હતો જે બાદ પીએમ મોદીએ શરૂ કરેલ મિશન ગંગા દ્વારા ભારત પરત આવ્યો છું. હું સુરક્ષિત રીતે ભારત પહોંચ્યો એ બદલ પીએમ મોદીનો આભાર માનવા આજે અહીં આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રદેશ બેઠકમાં હાજર રહેનારા તમામ ગુજરાત ભાજપના હોદ્દેદારો કમલમ ખાતે પહોંચી રહ્યા છે. સૌથી પહેલા તમામ લોકોએ બહાર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમને અંદર પ્રવેશવા માટે એક કાર્ડ આપવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ બહાર સિક્યોરિટી ચેકિંગ કરી અને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોબા સર્કલથી કમલમ સુધી લોકો ચાલતાં ચાલતાં પહોંચી રહ્યા છે.

કોબાથી કમલમ સુધીના રોડ શોમાં હાજર રહેનારા લોકો ખૂબ જ ઓછા જાેવા મળી રહ્યા છે. રાજસ્થાનના જૈન યુવક સંઘના યુવકો વડાપ્રધાન મોદીના સ્વાગત માટે એરપોર્ટ સર્કલ પહોંચ્યા છે. બીજી બાજુ અલગ અલગ મેડિકલ કોલેજના સ્મ્મ્જીના વિદ્યાર્થીઓ પણ વડાપ્રધાનના સ્વાગત માટે પહોંચ્યા છે. ગાંધીનગર કમલમની બહાર એક બાર વર્ષનો નાનકડો બાળક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે આવ્યો છે. કમલમ સામે આવેલા ફ્લેટમાં રહેતો ૧૨ વર્ષનો બિરેન ચૌધરી નામનો બાળક હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાવેલા સ્કેચને લઈને આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવેલા આ બાળક બિરેન ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, જેથી તેમને મળવા માટે હું અહીં આવ્યો છું. વડાપ્રધાન મોદીજી દેશ માટે ઘણું કામ કરે છે.

Related Posts