રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી અને કમલા હેરીસની મુલાકાતમાં આતંકવાદ વિશે ચર્ચા


કમલા હૈરિસને ભારત આવવાનું નિમંત્રણ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ”ભારતના લોકો આપનું સ્વાગત કરવાની પ્રતિક્ષા કરી રહ્યાં છે. હું આપને ભારત આવવાનું નિમંત્રણ આપું છું.’ર્ આ પછી કમલા હૈરિસે કહ્યું હતું કે ”ભારત અમેરિકાનું એક મહત્ત્વનું ભાગીદાર છે.” તેમણે ભારત દ્વારા કોવિદ્‌-૧૯ની રસીની શીશીઓની કરેલી નિકાસની પણ પ્રશંસા કરી હતી અને ભારતનાં તે અભિયાનમાં સમર્થન તેમજ સહયોગ આપવાનો અમેરિકાને ગર્વ છે.

ભારત પ્રતિદિન એક કરોડ જેટલી વ્યક્તિઓને રસી મુકવાની ઝૂંબેશ ચલાવી રહ્યું છે. તેની પણ તેઓએ પ્રશંસા કરી હતી. તેઓએ આતંકવાદ સામે એક જૂથ થઈ યુદ્ધ આપવા પણ ભારપૂર્વક કહ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ છે. દરમિયાન તેઓએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથેની મુલાકાતમાં વડાપ્રધાને કોવિદ્‌-૧૯ મહામારીમાં ભારતને અમેરિકા દ્વારા અપાયેલા સહયોગની ભાવપૂર્ણ ભાષામાં પ્રશંસા કરી હતી. વ્હાઈટ-હાઉસમાં જ યોજાયેલી બંને નેતાઓની મુલાકાત પહેલાં એકથી એક વચ્ચેની હતી તે પછી બંને નેતાઓએ પ્રતિનિધિ મંડળો સાથે રાખીને પણ મંત્રણા યોજી હતી.

નરેન્દ્ર મોદીએ કમલા હૈરિસને ભારત આવવાનું પણ આમંત્રણ આપ્યું હતું. મંત્રણાઓ દરમિયાન, કમલા હૈરિસે આતંકવાદનો મુદ્દો ઊઠાવતાં કહ્યું હતું કે ઃ ”ત્યાં (પાકિસ્તાન)માં કેટલાંએ આતંકવાદી સંગઠનો સક્રીય છે.” તેઓએ સ્પષ્ટતઃ કહ્યું હતું કે પાકિસ્તાન તે સંગઠનો ઉપર પગલાં ભરે જેથી અમેરિકા અને ભારતની સલામતી ઉપર અસર ન પડે. આ મંત્રણા પહેલાં જ બંને નેતાઓએ મીડીયાને સંયુક્ત કરીતે સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે જ્યારે ભારત કોવિદ્‌ સામે ઝઝૂમી રહ્યું હતું ત્યારે શ્રીમતી હૈરિસે કહેલા શબ્દો હજીએ મને યાદ છે.

તેઓએ કહ્યું હતું કે જાે બાયડન અને કમલા હૈરિસે જ્યારે તેમનાં પદો સંભાળ્યા ત્યારે દુનિયા ખૂબ જ કઠીન પરિસ્થિતિમાંથી પસાર થતી હતી. પરંતુ તેમણે તમામ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી પછી તે કોવિદની હોય કે, ઋતુપરિવર્તનની હોય. કમલા હૈરિસની પ્રશંસા કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમેરીકાના ઉપરાષ્ટ્રપતિ પદે થયેલી આપની ચૂંટણી એક ઐતિહાસિક ઘટના બની રહી છે. આપ વિશ્વના અનેક લોકો માટે પ્રેરણા સ્રોત સમાન છો. મને શ્રદ્ધા છે કે રાષ્ટ્રપતિ બાયડન અને આપના નેતૃત્વમાં ભારત-અમેરિકા સંબંધો નવી ઉંચાઈએ પહોંચશે. ભારત અને અમેરિકા વિશ્વનાં સૌથી જૂનાં અને સૌથી મોટાં ગણતંત્રો છે. આપણા મૂલ્યો સમાન છે. આપણો સહકાર પણ ધીમે ધીમે વધી રહ્યો છે.”

Related Posts