ગુજરાત

વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે રેલ્વે સ્ટેશન-હોટલનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં ફરીવાર ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન આ દરમિયાન ગાંધીનગર સ્થિત આધુનિક રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલનું લોકાર્પણ કરી શકે છે. આ સાથે જ વડાપ્રધાન આવે તે સ્થિતિમાં અન્ય કાર્યક્રમો પણ જાેડે ગોઠવવા માટે આયોજન કરાઈ રહ્યું છે. માર્ચ મહિનામાં જ વડાપ્રધાન બે વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે.

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન ડેવલપ કરી રહ્યું છે. દેશમાં પહેલીવાર કોઈપણ રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ અલગથી તૈયાર કરાયો છે, જ્યાં ટ્રેનની રાહ જાેતા પેસેન્જરો ભગવાનની પ્રાર્થના-બંદગી કરી શકશે. ફાઈવસ્ટાર હોટલ બિલ્ડિંગની નીચે સ્ટેશન માટે નવું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. આ બિલ્ડિંગમાં જ નીચેના મુખ્ય પ્રવેશદ્વારથી પ્લેટફોર્મ પર જવા માટેની એન્ટ્રી છે. તમામ પેસેન્જરોએ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. એન્ટ્રીગેટ પાસે ફાઈવસ્ટાર હોટલમાં જવા માટેનો રસ્તો આપ્યો છે, જેમાં નવી ટિકિટ બારીની ડાબી બાજુમાં લિફ્ટ-એસ્કેલેટર લગાવાયાં છે, જેથી હોટલ બિલ્ડિંગમાં સરળતાથી પહોંચી શકાશે.

Related Posts