રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી દિલ્હીની RML હોસ્પિટલ પહોંચ્યા

દેશમાં વેક્સિનેશન અભિયાન ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું. પ્રારંભિક ૨૦ કરોડ વેક્સિનના ડોઝ ૧૩૧ દિવસમાં લગાવવામાં આવ્યા હતા. આગામી ૨૦ કરોડ ડોઝ ૫૨ દિવસમાં આપવામાં આવ્યા હતા. ૪૦ થી ૬૦ કરોડ ડોઝ આપવા માટે ૩૯ દિવસ લાગ્યા હતા. ૬૦ કરોડથી ૮૦ કરોડ ડોઝ આપવામાં માત્ર ૨૪ દિવસ લાગ્યા. હવે ૮૦ કરોડથી ૧૦૦ કરોડ સુધી ૩૧ દિવસ લાગી રહ્યા છે. એટલે કે, હવે ઝડપ ઓછી થઈ ગઈ છે. જાે વેક્સિનેશન સમાન દરે ચાલુ રહેશે, તો દેશમાં ૨૧૬ કરોડ વેક્સિન ડોઝ મેળવવામાં લગભગ ૧૭૫ દિવસ વધુ લાગશે. એટલે કે, આપણે આ આંકડો ૫ એપ્રિલ ૨૦૨૨ ની આસપાસ પાર કરી શકીએ છીએ. મહામારી એક્સપર્ટ ડોકટર ચંદ્રકાન્ત લહારિયા કહે છે કે જ્યાં સુધી ૮૫% વસ્તી પૂર્ણ રીતે વેક્સિનેટ નથી થઈ જતી ત્યાં સુધી આવું કરવું જાેખમભર્યું બની શકે છે.

જે દેશોમાં માસ્ક પહેરવાથી મુક્તિ આપવામાં આવી છે ત્યાં જનસંખ્યા ભારતની સરખામણી ઘણી ઓછી છે. એવામાં આપણે આપની જરૂરિયાતના હિસાબ પ્રમાણેના ર્નિણયો લેવા જાેઈએ. બ્રોકરેજ ફર્મ યશ સિક્યોરિટીઝના રિપોર્ટ મુજબ જાન્યુઆરી સુધીમાં દેશની ૬૦ થી ૭૦% વસ્તી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ જશે. આ સમય સુધીમાં ભારત હાર્ડ ઇમ્યુનિટી મેળવી લેશે. એના પછી લોકોને માસ્ક પહેરવાથી સંપૂર્ણપણે મુક્તિ મળી શકે છે. એકંદરે, એવું કહી શકાય કે માસ્કથી સંપૂર્ણ મુક્તિ માટે આપણે ઓછામાં ઓછા ૬ થી ૮ મહિના સુધી રાહ જાેવી પડશદેશમાં કોરોના રસીના ૧૦૦ કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થઈ ગયો છે. છેલ્લા ૨૦ કરોડ ડોઝ ૩૧ દિવસમાં લગાવવામાં આવ્યા છે. સરકાર વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ કરવાની જાહેરાતમાટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ૯ મહિના પહેલા શરૂ થયેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૯૯ કરોડ ૮૫ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં ૭૦ કરોડ ૬૮ લાખ ૯૧ હજાર ૬૪૩ લોકોએ એક ડોઝ લીધો છે અને ૨૯ કરોડ ૧૬ લાખ ૬૧ હજાર ૭૯૪ લોકોએ બંને ડોઝ લીધા છે. ભારતે આજે એક ઐતિહાસિક લક્ષ્યાંક પાર કર્યું છે. દેશ ૧૦૦ કરોડ કોરોના વેક્સિનેશનના જાદુઈ આંકડાને પાર કરી ગયો છે. ઁસ્ મોદી આ ખાસ પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ (ઇસ્ન્) પહોંચ્યા છે. સરકારે વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ કરવાની જાહેરાત કરવા માટે ખાસ તૈયારીઓ કરી છે. આ માટે ટ્રેનો, વિમાનો અને જહાજાે પર લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરવાની યોજના છે. તેમજ ૧૦૦% જે ગામોએ વેક્સિનેશન પૂર્ણ કર્યું છે તેમને કહેવામાં આવ્યું છે કે ૧૦૦ કરોડના આંકડા પૂર્ણ થયા બાદ તેમણે પોસ્ટર અને બેનરો લગાવીને આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવું જાેઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૧૦.૩૦ વાગ્યે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લેશે અને ફ્રન્ટલાઈન કામદારો સાથે વાત કરશે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થવા પરની ઉજવણીના સંદર્ભમાં એક ગીત અને એક ફિલ્મ પણ લોન્ચ કરશે. આ કાર્યક્રમ બપોરે ૧૨.૩૦ કલાકે લાલ કિલ્લા પર રાખવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગીતમાં કૈલાશ ખેરે અવાજ આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ૧૪૦૦ કિલોનો દેશનો સૌથી મોટો તિરંગો પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવે તેવી અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી નેતાઓને વેક્સિનેશન કેન્દ્રોની મુલાકાત લઈને આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ગાઝિયાબાદ, જનરલ સેક્રેટરી અરુણ સિંહ કોઇમ્બતુર અને જનરલ સેક્રેટરી દુષ્યંત ગૌતમ લખનઉ જશે.

Related Posts