બોલિવૂડ

વડાપ્રધાન મોદી પર બીજી ફિલ્મ બનશે, ૨૯ માર્ચે શુટિંગ શરૂ થશે

‘ઇન્ડિયા ઇન માય વૈન્સ’ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત બનાવવામાં આવી રહી છે, જેના નિર્માતા, દિગ્દર્શક સુભાષ મલિક ઉર્ફ બોબીએ ભૂતકાળમાં ઘણી ફિલ્મો બનાવી છે. તે અયોધ્યાની રામલીલાના અધ્યક્ષ પણ છે. ભગવાન રામના શહેર અયોધ્યામાં પણ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. તેનું શૂટિંગ યુપી, હરિયાણા, પંજાબમાં કરવામાં આવશે.

ફિલ્મ સ્ટારની રામલીલા શરૂ કરનાર સુભાષ મલિક ૨૭ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. તે પોતાના કામ પ્રત્યે ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મનું ઉદ્ઘાટન ૨૦૧૪થી વડા પ્રધાન મોદીના કામ અને વિકાસ દર્શાવવામાં આવશે.

આ ફિલ્મ તેના શુભ સમય ૨૯ માર્ચ ૨૦૨૧ના રોજ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં મોદીજીની મુખ્ય ભૂમિકામાં કેપ્ટન રાજ માથુરજી છે, અને અન્ય ભૂમિકામાં સુરેન્દ્ર પાલ, જે મહાભારતના દ્રોણાચાર્ય છે, અને ઘણી મોટી ફિલ્મો કરી છે. તેઓ આ ફિલ્મમાં પણ જાેવા મળશે. રઝા મુરાદરાજા મુરાદ કાશ્મીરીના રોલમાં છે જે કાશ્મીરીની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મમાં ફિલ્મ સ્ટાર બિંદુ દારા સિંહ સરદારની ભૂમિકામાં જાેવા મળશે. શાહબાઝ ખાન તેમાં અભિનય કરશે અને ફિલ્મ સ્ટાર અસરાનીજી મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે અને આ ફિલ્મમાં ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ પણ જાેવા મળશે.

Related Posts