fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી બે દિવસ ફ્રાન્સના પ્રવાસે

ભારતના વડાપ્રધાન મોદી આજે તેમની બે દિવસીય મુલાકાતે ફ્રાન્સ જવા રવાના થયા છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના સમાચાર પત્ર લેસ ઇકોસને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં પીએમ મોદીએ કહ્યું કે આ ફ્રાંસ-ભારત સંબંધોનો ટર્નિંગ પોઈન્ટ છે, જે વિશ્વ માટે પણ મહત્વપૂર્ણ બનશે. પીએમએ રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘કોરોના પછી વિશ્વ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે, જેમાં ભારત-ફ્રાન્સની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. ભારત અને ફ્રાન્સ સૌથી ખરાબ સમયમાં સાથે રહ્યા, અને અમારો પ્રયાસ અમારી મિત્રતાને વધુ મજબૂત કરવાનો છે. જ્યારે વડાપ્રધાનને ચીન દેશ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત હંમેશા વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. તમામ દેશોની સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જરૂરી છે.પીએમ મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક દક્ષિણ દેશો માટે એક મહાન ભાગીદાર બની શકે છે, જે તેમને પૂર્વીય ભાગ સાથે જાેડશે. તે એક રીતે પુલનું કામ કરશે. રશિયા-યુક્રેન યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ શું કહ્યું?.. તે જાણો… વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી સાથે ઘણી વખત વાત કરી છે. હું હિરોશિમામાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યો અને તાજેતરમાં, મેં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફરીથી વાત કરી. ભારતનું વલણ સ્પષ્ટ, પારદર્શક અને સાતત્યપૂર્ણ રહ્યું છે. વડાપ્રધાન મોદી ઈન્ટરવ્યુમાં કહ્યું કે મેં તેમને કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી, અમે બંને પક્ષોને વાતચીત અને કૂટનીતિ દ્વારા મુદ્દાઓને ઉકેલવા વિનંતી કરી છે. અમે માનીએ છીએ કે તમામ દેશોની જવાબદારી છે કે તેઓ અન્ય દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે, આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું પાલન કરે.

Follow Me:

Related Posts