fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધી સહિત અનેક નેતાઓએ બાપુને શ્રદ્ધાંજલિ આપી


વડાપ્રધાન મોદીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે. વડાપ્રધાન મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યું હતું કે, મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારીત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પ અર્પિત કર્યા હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. વડાપ્રધાન મોદી શનિવારે સવારે રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુની સમાધિ પર પુષ્પ અર્પિત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ વિજય ઘાટ જઈને તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તે સિવાય કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે વિપક્ષ ખેડૂતોની સાથે દગો કરી રહ્યુ છે. અત્યાર સુધી સત્તા માટે સરકાર ચલાવવામાં આવતી હતી અને હવે જનતા માટે સરકાર ચાલે છે. પીએમ મોદીએ કહ્યુ કે જે લોકો આજે ખેડૂત હિતેચ્છુ સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેમની પર નજર નાખીએ તો આપને બૌદ્ધિક બેઈમાની અને રાજકીય દગાખોરીનો સાચો અર્થ જાેવા મળશે. વડા પ્રધાન મોદીએ કહ્યુ કે આ તે જ લોકો છે જે પહેલા મુખ્યમંત્રીઓને પત્ર લખીને માગ કરતા હતા જે આજે સરકારે કર્યુ છે. અમે દેશના નાના ખેડૂતોને દરેક પ્રકારથી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

Follow Me:

Related Posts