fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી ૨૦થી વધુ અમેરિકન કંપનીઓ સાથે મુલાકાત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ ખુબ જ ખાસ માનવામાં આવે છે તેમજ તે અનેક રીતે મહત્ત્વનો સાબિત થવાનો છે. જ્યાં એક તરફ ભારત-યુએસ ટેક્નોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાની સંભાવના છે. ખાસ કરીને નવી સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન બનાવવા માટે મહત્વની જાહેરાત થવાની સંભાવના છે. આ સાથે માસ્ટરકાર્ડ, એક્સેન્ચર, કોકા-કોલા, એડોબ સિસ્ટમ્સ અને વિઝા જેવી ટોચની ૨૦ અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે પણ બેઠકો નક્કી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા તમામ બિઝનેસના રેકોર્ડ તોડી નાખશે. આ સાથે આ મુલાકાત ઔતિહાસિક મુલાકાત પણ સાબિત થશે. વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ બંને દેશો માટે ઘણી રીતે ખાસ છે. તે એટલા માટે પણ ખાસ છે કારણ કે મોદી અને બિડેન વચ્ચેની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. આ દરમિયાન અમેરિકા સાથે ઘણા ક્ષેત્રોમાં કરારો કરવામાં આવશે. હથિયારો માટે ટેક્નોલોજી શેર કરવામાં આવશે, જે ભારતની સૈન્ય શક્તિના સ્તરને વધુ વધારશે. ભારતમાં આવનારી અમેરિકન કંપનીઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને અન્ય ઘણા ક્ષેત્રોમાં અમેરિકા સાથે કરાર કરવામાં આવશે.

ગયા અઠવાડિયે ભારતની બે દિવસની મુલાકાતે આવેલા યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને સેમિકન્ડક્ટર સેક્ટરમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની આશાને વેગ આપ્યો અને કહ્યું કે આવનારા અઠવાડિયામાં વધુ સારા પરિણામો જાેવા મળી શકે છે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભાગીદારી એ યુએસ-ઈન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ૈંઝ્રઈ્‌)ના મુખ્ય ધ્યેયો પૈકી એક છે. પીએમ મોદીની યુએસ મુલાકાતથી કૃત્રિમ બુદ્ધિમત્તા અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, અદ્યતન સામગ્રી, સંરક્ષણ, સેમિકન્ડક્ટર, નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન્સ, બાયોટેક અને સ્પેસમાં ખાનગી ઉદ્યોગો અને વૈજ્ઞાનિક સંસ્થાઓ વચ્ચે સહકાર વધવાની અપેક્ષા છે. યુએસ અને ભારત વચ્ચે સેમિકન્ડક્ટરમાં ખાનગી ક્ષેત્રનો સહયોગ વધારવા માટે ૨૧-૨૪ જૂન દરમિયાન વ્યાપારી નેતાઓ સાથે વડાપ્રધાનની ચર્ચા ભારત અને યુએસ વચ્ચે સહકારની તકો શોધવા, રોકાણ આકર્ષવા અને વેપાર સંબંધો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે. ભારત-અમેરિકાના વેપાર સંબંધોના નિષ્ણાતોના મતે, આ બેઠકો અમેરિકન વેપાર માટે એક મહત્વપૂર્ણ બજાર તરીકે ભારતના મહત્વને રેખાંકિત કરશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ અમેરિકન સેમિકન્ડક્ટર કંપની માઈક્રોનના ભારતમાં એક અબજ ડોલરના રોકાણના સમાચાર સામે આવ્યા છે. જેના પર આ મુલાકાત દરમિયાન સ્ટેમ્પ લગાવવામાં આવી શકે છે.

Follow Me:

Related Posts