વડાપ્રધાન મોદી ૭મી વાર UAEના પ્રવાસે જશે
ભારત-ેંછઈ સંબંધો રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક પાયા પર આધારિત છે. ભારત-યુએઈની નિકટતાનો સૌથી મજબૂત આધાર દ્વિપક્ષીય વેપાર છે. જાે આપણે ૨૦૨૦-૨૩ના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન ભારત અને ેંછઈ વચ્ચે લગભગ ૮૫ અબજ યુએસ ડોલરનો વેપાર થયો હતો. ેંછઈ ભારત માટે પણ મહત્વનું છે કારણ કે તે ૨૦૨૨-૨૩ દરમિયાન ભારતમાં હ્લડ્ઢૈં રોકાણ કરનારા ટોચના ૪ દેશોમાં સામેલ હતું. ભારતીય સમુદાયના અંદાજે ૩૫ લાખ લોકો સંયુક્ત આરબ અમીરાતમાં રહે છે. ભારતીય સમુદાય યુએઈમાં સૌથી મોટો વિદેશી સમૂહ છે. ફેબ્રુઆરી ૨૦૨૨ માં બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (ઝ્રઈઁછ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંબંધમાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવતું હતું.
વર્ષ ૧૯૭૬માં તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ દ્વારા ભારત-ેંછઈ સંબંધોનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. તે પછી તે યુએઈ ગયા હતા. આ પછી પણ ૨૦૦૩ અને ૨૦૧૦માં તત્કાલિન રાષ્ટ્રપતિ ેંછઈની સત્તાવાર મુલાકાતે ગયા હતા. ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મે ૧૯૮૧માં યુએઈ ગયા હતા. તે પછી સાડા ત્રણ દાયકા સુધી કોઈ પણ વડાપ્રધાને ેંછઈની મુલાકાત લીધી નથી. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ આ મુદ્દે યુએઈ સાથે સંબંધો નવેસરથી સ્થાપિત થવા લાગ્યા હતા. વડાપ્રધાન ૨૦૧૫, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૨, ૨૦૨૩ અને હવે ૨૦૨૪ની શરૂઆતમાં બે વાર ેંછઈની મુલાકાત લેશે. આ રીતે વડાપ્રધાન મોદીએ પોતાના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ ૭ વખત યુએઈને પ્રાધાન્ય આપ્યું છે. ઁસ્ મોદીની આ મુલાકાત ેંછઈ સિવાય કતારને પણ આવરી લેશે. કતારે તાજેતરમાં જ ૮ ભારતીયોની સજા માફ કરી છે.
Recent Comments