કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડાવી ગામે જુગાર રમતા જુગારીઓ ઉપર એલસીબીએ રેડ કરીને ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. કડી તાલુકામાં એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. તે સમયે કડીના દડી સર્કલ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે કમલેશ દંતાણી રહે સોલા અને રાજુજી ઠાકોર રહે વડાવી જેઓ વડાવી ગામના ઠાકોરવાસમાં રહેતા મુકેશજી ઠાકોરના ઘરના પ્રથમ માળે ખુલ્લી જગ્યામાં જુગાર રમાડી રહ્યા છે.
આ હકીકતના આધારે એલસીબીના સ્ટાફના માણસોએ વડાવી ગામે મકાનને કોર્નર કરીને પ્રથમ માળે જુગારધામ ઉપર રેડ કરતા ૪ જુગારીઓ ઝડપાઈ ગયાં હતાં અને ૩ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયાં હતાં કડી તાલુકાના વડાવી ગામે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ રહેણાંક મકાનમાં જુગાર રમતાં ૪ ઇસમોને ઝડપી પાડ્યા હતા અને સ્થળ ઉપરથી રોકડ રકમ ?. ૮૩ હજાર ૫૦૦ મોબાઈલ નંગ. ૪ જેની કિંમત રૂ. ૧૬ હજાર એમ કુલ.?. ૯૯ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત સ્થળ ઉપરથી જુગાર રમતા ૪ ઇસમોની ધરપકડ કરી હતી, જ્યારે ૩ ઈસમો ફરાર થઈ ગયા હતા.
એલસીબીએ કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનમાં ૭ ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતીકડી તાલુકાના વડાવી ગામે ઠાકોર વાસમાં રહેણાંક મકાનના પ્રથમ માળે ચાલી રહેલા જુગારધામ ઉપર એલસીબીએ રેડ કરી હતી. જેમાં જુગાર રમતા ૪ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ૩ ઈસમો સ્થળ ઉપરથી ફરાર થઇ ગયાં હતા. એલસીબીએ કડીના બાવલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Recent Comments