અમરેલી

વડિયાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રિલ યોજાઈ

વડિયાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમરેલી ડીવાયએસપી ભંડેરી તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી.

વડિયાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમરેલી ડીવાયએસપી ભંડેરી તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી. બપોરના સમયે વડિયાની સરકારી હોસ્પિટલ ખાતે આગ લાગવાની ધટના બની હતી. વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અચાનક આગ લાગતા
થોડીવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અફડાતફડી મચી ગઇ હતી. આગમાં એક દર્દી ને બચાવી લેવામા સફળતા મળી હતી. આગ લાગતાની સાથે જ આરોગ્ય સ્ટાફ મા દોડધામ મચી ગઈ હતી. વડિયા હોસ્પિટલના કંપાઉન્ડની અંદરના ભાગમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના નર્સિંગ સ્ટાફની મહેનતથી આગ કાબુમાં આવી ગઈ હતી અને વોર્ડમાં દાખલ દર્દીઓને તાત્કાલિક અસરથી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.એમ.સી. ગજેરા, ડો બ્રિજેશ અભાણી, અમરેલી ડીવાયએસપી ભંડેરી, વડિયા પીએસઆઈ પલાસ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ સાથે ઘટના પર ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts