અમરેલી

વડિયાના ઢુંઢીયા પીપળીયા ગામે રૂપિયા પંચાવન લાખના ખર્ચે ઘરે-ઘરે પાણી પહોંચશે

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના સરહદી ગામ એવા ઢૂઢીયાપીપળીયા ગામમાં ગામ લોકોના પીવાના અને વપરાશના પાણીના પ્રશ્ન બાબતે સરપંચ અનેગામના આગેવાનો દ્વારા પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડને રજુઆત કરાઈ હતી. આ બાબતે પૂર્વ મંત્રી દ્વારા રાજયના પાણી પુરવઠા મંત્રીને રજુાત કરતા સરકાર દ્વારા પપ લાખના ખર્ચ ઘર-ઘર સુધી પાણી પહોંચાડવા વાસ્‍મો યોજના મંજુર કરાઈ હતી. આ યોજનામાં ગામની વસ્‍તી મોટી હોવાના કારણે વધુ ખર્ચ થવાના કારણે ઘટતા કામનો સર્વે કરીને કામ માટે વધુ નાણા ફાળવવા પણ જહેમત ઉઠાવી હતી. આ ગામના છેવાડા વ્‍યક્‍તિતના ઝુંપડા સુધી પાણી પહોંચાડવા માટે સરકારમાં યોગ્‍ય પ્રયત્‍ન કરી પૂર્વ મંત્રી દ્વારા ગામમાં હાલ પણ ઉંચી પાણીની ટાંકીનું કામ ચાલુ હોય તમામ કામમાં પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડના પ્રયત્‍ન અને રજુઆતથી મંજુર થતા ગામના સરપંચ દ્વારા ગ્રામસભામાં જાણકારી આપી સરપંચ અને ગામ લોકો દ્વારા પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડનો આભાર માન્‍યો હતો.

Related Posts