અમરેલી

વડિયાના તોરી ગામે ખેડૂતના પૈસા ચાઉં કરનાર તત્કાલીન બેંક મેનેજરને 6.5 વર્ષની કેદની સજા

વડીયાના તેારી ગામની દેનાબેંકના તત્કાલીન મેનેજરે ખાતેદારના નાણા ચાઉં કરી લીધાના કેસમા અદાલતે આ મેનેજરને સાડા છ વર્ષની કેદ ફટકારી છે . વડીયાના તેારી ગામની દેનાબેંકમા જેઠસુરભાઇ રાવતભાઇ વાળા ખાતુ ધરાવતા હતા અને 22 લાખની એફડી તથા 25 હજારના વ્યાજની બેલેન્સ હતી. તત્કાલીન બેંક મેનેજર સુશીલકુમાર કેન્ડુલકરે અન્ય લાેકાે પાસે સહી કરાવી એફડી સરેન્ડર કરાવી હતી અને મુળ ખાતેદારને 8 લાખ રૂપિયા આપ્યા હતા.

બીજા 14 લાખ 50 હજાર બેંક મેનેજરે પાેતાના માતા પિતાના નામના ખાેટા બેંક એકાઉન્ટ ડાેકયુમેન્ટ વગર ખાેલી આ રકમ તેમા જમા કરી ઉપાડી લીધી હતી અને ખાતુ બંધ કરી દીધુ હતુ. એટલુ જ નહી એફડીના દસ્તાવેજાેનાે પણ નાશ કરી નાખ્યાે હતાે. જે અંગે પ્રદિપભાઇ મંગળુભાઇ વાળાએ તારીખ 13/3/2013મા ફરિયાદ નાેંધાવી હતી.

આ અંગેનાે કેસ વડીયા કાેર્ટમા ચાલી જતા જજ મિમાંશુ અગ્રવાલે તત્કાલીન બેંક મેનેજર સુશીલકુમારને અલગ અલગ મળી કુલ સાડા છ વર્ષની સજા ફટકારી હતી. ખાતા ધારકના વારસદાર મનહરબેન મહેન્દ્રભાઇને 11.75 લાખની રકમ 8 ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ થયાે હતાે

Related Posts