અમરેલી

વડિયામાં તંત્રની ઘોર બેદરકારી ઉડીને આંખે આવી

વડિયામાં તંત્રની ઘોર બેદરકારીનાં કારણે ખંઢેર મકાન નજીક રેશનકાર્ડ સહિત અગત્યના ડોક્યુમેન્ટ રઝળતા કેમેરામાં કેદ થયા હતા.
અહી આવેલ જવાહર બાલમંદિરના ખંઢેર મકાન પાસે ઉકરડામા રેશનકાર્ડ, સોગંદનામાની અરજીઓ સહિત અગત્યના ડોકયુમેન્ટ રઝળતા કેમેરામાં કેદ થયા હતા. અગાઉ ચોમાસા દરમિયાન પણ આ જ સ્થળે આવા ડોકયુમેન્ટ પલળેલી હાલતમા જોવા મળ્યાં હતા.
ખંઢેર મકાન પાસે રેશનકાર્ડ, ફોટાવાળાડોકયુમેન્ટ, સોગંદનામાની અરજીઓ વિગેરે અગત્યના કાગળો કચરામા જોવા મળ્યાં હતા, બાદમા તમામ અગત્યના ડોક્યુમેન્ટ્સને બરબાદ થતુ અટકાવવા સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરી આ જ સ્થળે લોકોના રેશનકાર્ડ, અરજીઓ,જરૂરી દસ્તાવેજ કચરાના ઢગલામાં રઝળતા જોવા મળ્યાં છે. ત્યારે સ્થાનિક તંત્રની આવી ઘોર બેદરકારી અવારનવાર સામે આવી રહી છે.

Related Posts