વડિયામાં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગાર દિવસ ઉજવાયો. યુવાનો એ કેક કાપી ,પકોડા તરી ને સરકાર સામે બેરોજગારી સામે વિરોધ નોંધાવ્યો વડીયા તા .૧૭ સમગ્ર દેશમાં કોરોના કાળ થી અનેક લોકો બેકાર બન્યા છે ત્યારે વર્તમાન સરકાર દ્વવારા કોઈ ચોક્કસ રોજગાર લક્ષી યોજના ના જાહેર થતી નથી આજે પણ અનેક લોકો રોજગાર થી વંચિત બન્યા છે . સાથે સાથે અનેક પ્રકાર ની સરકારી ભરતીઓ પણ વિલંબ માં અને પેપર ફૂટવા જેવા બનાવો થી દેશનું યુવાધન આજે બેકારી ના પોખાલ માં ધકેલાતું જોવા મળી રહ્યું છે . ત્યારે ભાજપ દ્વવારા પ્રધાનમંત્રી ના જન્મદિવસ ની ઉજવણી રુપી તાયફાઓ કરાઈ રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વવારા ૧૭ મી સપ્ટેમ્બર ના દિવસ ને બેરોજગાર દિવસ તરીકે ઉજવવા માં આવ્યો હતો . વડિયા ની મુખ્ય બજાર માં આવેલા પૂર્વ વિપક્ષી નેતા અને અમરેલી વડીયા કુંકાવાવ ધારાસભ્ય #પરેશ_ધાનાણી ના કાર્યાલય પર કોંગ્રેસ ના યુવા કાર્યકર્તા અને હોદ્દેદારો દ્વવારા કેક કાપી ને ,પકોડા તરી,નારા લગાવી , બેનરો બતાવી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરાયુ હતુ .
બેરોજગાર દિવસ ઉજવયો હતો . આ કાર્યક્રમ માં અમરેલી વિધાન સભા યુથ કોંગ્રેસ પ્રમુખ #મોનીલ_ગોંડલિયા તેમજ પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન #ધર્મેન્દ્ર_પાનસુરીયા , અમરેલી જિલ્લા કિશાન સેલ પ્રમુખ #સત્યમ_મકાણી,અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી #જુનેદ_ડોડીયા ,તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ #ભોમીક_પાંધી , વડીયા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ #હર્ષ_તેરૈયા ,તાલુકા માઈનોરિટી પ્રમુખ #ઇશાક_જેઠવા,તાલુકા કોંગ્રેસ મહામંત્રી #બાલાભાઈ મકવાણા ,તાલુકા અનુ જાતિ પ્રમુખ #અતુલ પડાયા,#વિનુભાઈ પડાયા, વડીયા અનુ. જાતિ પ્રમુખ #વિપુલ_મકવાણા, #રાજન ડોડીયા , #સાહિલ #પરિયટ,ગોંડલિયા ગિરીશ, #રવી બસિયા,#દિગ્વિજય કોટ્ટિલા સહીત ના યુવા કાર્યકર્તા ઓ અને બેરોજગાર યુવાનો બહોળી સંખ્યા માં જોવા મળ્યા હતા .



















Recent Comments