વડિયામાં લક્ઝરી બસે રીક્ષા વચ્ચે થયેલ સામાન્ય ટક્કરને પગલે વિવાદ થયો હતો. લક્ઝરી બસના ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને ગુસ્સે થઇને લક્ઝરી બસના ડ્રાઇવરની ફેટ પકડી લીધી હતી જેને કારણે તૂતું મેમે થઇ હતી અને રિક્ષા ચાલક અને લક્ઝરીના ડ્રાઇવર વચ્ચે બોલાચાલી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
વડિયાના મુખ્ય શિવાજી ચોક તીનબત્તી વિસ્તાર નજીકમાંમાં લગ્ન પ્રસંગ માટે જતી લક્ઝરી બસ પસાર થઇ રહી હતી તેવા સમયે ચાલકે બજારમાં ફરતી એક રીક્ષાને ટક્કર મારી હતી. લક્ઝરી બસની ટક્કર લાગતા જ રીક્ષા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો. રીક્ષા ચાલકે બસના ડ્રાઇવરને તે મારી રીક્ષાને કેમ ટક્કર મારી, નુકસાન થયુ તેની ભરપાઇ કોણ કરશે. બીજી તરફ લક્ઝરી બસના ચાલકે પણ રીક્ષા ચાલકને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો અને રીક્ષાને સાઇડમાં ચલાવવાની વાત કરી હતી.
બસના ડ્રાઇવર અને રીક્ષા ચાલકના ઝઘડાને કારણે મેઇન બજારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો અને ઝઘડો જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. લક્ઝરી બસના ડ્રાઇવર અને રીક્ષા ચાલકના ઝઘડાને કારણે 30 મિનિટ સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. મહામહેનતે આ બન્ને વચ્ચેનો ઝઘડો જાગૃત નાગરિકોએ હલ કરતા ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. આ ટ્રાફિક જામને કારણે લોકો પરેશાન થઇ ગયા હતા. જોકે બાદમાં સ્થાનિકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો અને મામલો સુલટાવ્યો હતો
Recent Comments