સમગ્ર દેશના અર્થતંત્ર મા બચત, મૂડીરોકાણ સાથે નાણાં ના પરિભ્રમણ મા બેન્કિંગ વ્યવહાર ખુબ મહત્વ ધરાવે છે.ત્યારે વધુ ને વધુ લોકો બેન્ક સાથે જોડાય તેવી અપેક્ષા દેશની સરકાર રાખી રહી છે. બીજી બાજુ રાષ્ટ્રીયકૃત બેંકો મા સ્ટાફ ની અછત થી બેન્કનું કામકાજ ચકડોળે ચડતું જોવા મળે છે. અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા મા આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI ) મા સ્ટાફ ના અભાવે ગ્રામીણ ગામડામાંથી બેંકકામ કાજ માટે આવતા લોકોની સવાર થી જ લાઈનો લગતી જોવા મળે છે. તાલુકા કક્ષાના ગામમાં સૌથી મોટી બેંક હોવા છતાં એક મેનેજર અને એક કર્મચારી બેંક ચલાવતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે
. કર્મચારીની અછત ના કારણે પાક ધિરાણ ફેરબદલી ની સીઝન ચાલુ હોવાથી ગામડાના ખેડૂતો ને સવાર થી સાંજ સુધી ભૂખ્યા બેંક ના ચક્કર કાટવા પડે છે. અંતે કંટાળી ઘણા ખેડૂતો sbi બેંક માંથી પોતાના ખાતા અન્ય બેંકો મા ટ્રાન્સફર કરવા મજબુર બન્યા છે.તો આ બેંક ના ATM મશીન પણ સારા વારે જ ચાલતું હોવાનુ લોકો જણાવી રહ્યા છે. ત્યારે વડિયા sbi બેંક નો વહીવટ કથડતો જોવા મળી રહ્યો છે.વિકાસ ની વાતોના બણગા ફૂંકતી સરકાર રાષ્ટ્રીય કૃત બેંકો મા પૂરો સ્ટાફ આપે અને તેમની કામગીરી પણ વ્યવસ્થિત કરે તેવી લોકોની માંગણી જોવા મળી રહી છે.આ બાબતે બેંક મેનેજર નો સંપર્ક કરતા બેંક મા પૂરતો સ્ટાફ ના હોય તેને કારણે આ સ્થિતિ નુ નિર્માણ થઈ રહ્યું છે.ત્યારે આવનારા સમય મા વડિયા બેંક મા પૂરતો સ્ટાફ ફાળવવા મા નહિ આવે તો સ્થાનિક સંસ્થાઓ અને લોકો દ્વારા આંદોલન પણ છેડવામાં આવે તેવો માહોલ બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે વડિયા એસબીઆઈ બેંક ની કથડતી સ્થિતિ પર ધ્યાન આપી પૂરતો સ્ટાફ ફાળવી ને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી લોકમાંગણી જોવા મળી રહી છે.
Recent Comments