જુની રેલ્વે લાઈન કુકાવાવ – વડિયા – બગસરા કે જે સરકારશ્રીએ ટ્રાફિક અને નફાકારકતા ન હોવાના કારણે બંઘ કરેલ હતી. આ રેલ્વે લાઈન પુન: ચાલુ કરવા દેશના રેલવે અને કાપડ મંત્રી દર્શનાબેન જરદૌશને પત્ર પાઠવી પ્રા.જે.એમ.તલાવીયાએ રજુઆત કરી છે. આ અંગે પત્રમાં તેમણે જણાવ્યું છે કે રેલ્વે માટે જમીન પડેલી જ છે, નવી કોઈ જમીન લેવાની જરુર નથી.
૨૫ વરસ દરમ્યાન વડિયા, કુકાવાવ અને બગસરા વિસ્તારના લોકો ધંઘાર્થે અમદાવાદ – વડોદરા – સુરત – નવસારી – મુંબઈ સાથે વધુ પ્રમાણમા જોડાઈ ગયા છે, તેમને તેમના વતનમાં આવવા – જવા અને ધંધાના વિકાસ માટે દરરોજ અપ – ડાઊન માટે પ્રાઈવેટ વાહન પર આઘાર રાખવો પડે છે. અત્યારે જ્યારે વિકાસ એક મહત્વનો મુદો છે, તો ભવિષ્યમા અહી સ્ટાર્ટ – અપ પણ સરુ થઈ શકે તેમ છે.
અમરેલી જીલ્લો આટલા વર્ષોથી સૌરાષ્ટ્રમા સૌથી પછાત રહ્યો છે, તેનુ એક કારણ “ કનેક્ટીવિટી “ નો અભાવ પણ છે. આ લાઈન પર આવેલા આશરે ૩ લાખ લોકોને સરળતાથી ” કનેક્ટીવીટી ” મળે તો અહી કાયાપલટ થઈ શકે તેમ છે. આ અંગે ગંભીરતાથી વિચારી ઘટતું કરવા તેમણે જણાવ્યું છે. આ અંગે તેમણે પુરુષોત્તમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, નારણભાઇ કાછડીયા અને આર.સી.મકવાણાને પણ પત્રો પાઠવી જાણ કરી છે.
Recent Comments