અમરેલી

વડિયા ગામની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવામા આવ્યા

વડિયા ગામની શ્રી સુરગવાળા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવામા આવ્યા હતા.

વડિયા ગામની શ્રી સુરગવાળા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવામા આવ્યા હતા. વડિયાના પાડોશી ગામ એવા રાજકોટ જિલ્લાના અમરનગરમાં કોરોના બ્લાસ્ટ થતા અમરેલી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના છેવાડા ના તાલુકા મથક એવા વડિયામાં આસપાસના ગામડામાંથી વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે આવે છે. વડિયાની ભાગોળે આવેલા જેતપુર તાલુકાના અમરનગર ગામની પ્રાથમિક શાળામાં કોરોના સંક્રમણ ફેલાતા ગામના અન્ય વિદ્યાર્થીઓ વડિયામાં અભ્યાસ અર્થે આવતા હોવાથી, આરોગ્ય વિભાગ હરકતમાં આવી વડિયાની સુરગવાળા હાઈસ્કૂલમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Related Posts