વડિયા ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની માં માર્કેટિંગ યાર્ડ ની માંગણી ને લઈ અપાયું આવેદનપત્ર

અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા ગામ ખેતી સાથે જોડાયેલ છે. તાલુકા મથક હોવા છતાં અનેક વિકાસ લક્ષી પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાઓ થી લોકો પીડાતા હોય અને વડિયા વિકાસના બદલે અધોગતિ તરફ જતુ હોવાની ચિંતા વ્યક્ત કરી સરકાર નુ ધ્યાન દોરવા માટે થોડા સમય પેહલા ચેમ્બર ઓફ કોમર્સ ના નેજા હેઠળ એક મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને વેપારીઓ જોડાયા હતા.મિટિંગ માં નક્કી થયા મુજબ આજે સૌ પ્રથમ વડિયા માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ )શરુ કરવામાં આવે તેવી પ્રથમ માંગણી ચેમ્બર ઓફ કોમર્સ ની આગેવાની હેઠળ વડિયા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વડિયા તાલુકા મથક હોવા છતાં ત્યાં ખેડૂતોના ઉત્પાદન ના વેચાણ માટે ની કોઈ વ્યવસ્થા ના હોવાથી વડિયા વિસ્તાર ખેડૂતો ગોંડલ, અમરેલી, બગસરા, જેતપુર ના યાર્ડ માં પોતાની ખેત પેદાશો વેચવા 50કિલોમીટર સુધી વાહન લઈને જાય છે. તેથી તેને ખર્ચ વધે છે. આ બાબતે અનેકવાર વડિયા માં માર્કેટિંગ યાર્ડ શરુ કરવાની માંગણીઓ થઈ છે. ત્યારે વડિયા વિસ્તાર ના ખેડૂતો ની સમસ્યા ને ધ્યાને લઈ ને વડિયામાં માર્કેટિંગ યાર્ડ શરુ કરવા માંગણી કરવામાં આવી છે. આ તકે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મિતુલ ગણાત્રા ના જણાવ્યા અનુસાર વડિયા ના વેપારીઓ ના ધંધા વ્યવસાય સતત ઘટતા જાય છે. લોકો પ્રાથમિક સુવિધાઓથી પીડાઈ રહ્યા છે ત્યારે લોકોનો અવાજ બની વડિયા માં તાલુકા મથક ની ખૂટતી તમામ સુવિધાઓ માટે સરકાર ને આવેદનપત્ર આપી ધ્યાન દોરવામા આવશે અને જો માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો આવનારા દિવસોમા ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર ગામ અને વિસ્તાર ના લોકોનું સમર્થન લઈ આંદોલન ના મંડાણ કરવામાં આવશે તેવી ગર્ભિત ચીમકી પણ ઉંચારવામાં આવી હતી. આ આવેદનપત્ર માં વડિયા ચેમ્બર ઓફ કોમર્સ માં હોદેદારો અને ગામના વેપારીઓ અને ગ્રામજનો જોડાયા હતા.
Recent Comments