વડિયા જમીન વિકાસ બેન્કનાં પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ વરણી
અમરેલી જિલ્લા જમીન વિકાસ બેંકની વડિયા શાખાના પ્રમુખ, ઉપપ્રમુખ માટે તા.14/10ના રોજ ચેરમેન વિરજીભાઈ ઠુંમરના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે રવજીભાઈ પાનસુરીયા અને ઉપપ્રમુખ તરીકે કનુભાઈ કથીરીયાની બિનહરીફ વરણી થતા વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને અમરેલી જિલ્લાના અને કુંકાવાવ તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો તેમજ સહકારી ક્ષેત્રના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments