અમરેલી

વડિયા પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું

રાજ્યમાં માવઠાની આગાહીનાં કારણે વડિયા પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું.

રાજ્યમાં માવઠાની આગાહીનાં કારણે વડિયા પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસને કારણે વિજીબિલિટી ઘટતા વાહનોને ધીમી સ્પીડે ચલાવવાની મજબૂરી ઉભી થઇ હતી. ધુમ્મસ ને કારણે વાહન ચાલકોને વાહનની લાઈટો ચાલુ રાખી વાહન ચાલવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. શિયાળાની ઠંડી સાથે અમરેલી જિલ્લામાં સવારમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Related Posts