fbpx
અમરેલી

વડિયા શહેરમાં હિન્દુમુસ્લિમ એકતાનું પ્રતીક ગેબનશાહપીરની દરગાહ બટુકભોજન નું કરાયું આયોજન…….

વડીયા શહેરમાં હિન્દુ મુસ્લિમ નું એકતાનું પ્રતિક મનાતી ગેબનશા પીરની દરગાહમાં આજે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું જે વર્ષોથી અહીં વડીયા શહેર તેમજ ગ્રામ્ય માંથી સ્કૂલોના બાળકો ને લાવી અને બટુક ભોજનનું કરાવવામાં આવે છે વડિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી વાહનો દ્વારા સ્કૂલોના 4 થી 5 હજાર બાળકોને લાવી બટુકભોજન કરાવાય છે

હાલ કોરોના માથી રાહત મળતા માત્ર વડિયા શહેરની તમામ શાળાઓના બાળકોને બટુકભોજન કરાવાયું જેમાં ગુંદી ચણા અને ગાંઠિયા નું બાળકોને જમાડવામાં આવ્યા છે બટુક ભોજન બાદ ફરી બાળકોને એજ વાહનો દ્વારા મૂકઈ આવવામાં આવે છે આ વાહનચાલકો દર વર્ષે ગેબનશા પીરની દરગાહ પર બટુક ભોજનના કાર્યક્રમ માં બાળકો ને તેડવા અને મુકવા માટે કોઈપણ પ્રકારના પૈસા લીધા વગર સેવાઓ આપે છે વડિયા શહેરમાં વર્ષોથી ચાલી આવતું આ બટુક ભોજનના આ કાર્યક્રમ માં હિન્દુ મુસ્લિમ એક થઈને આ બટુક ભોજનનું દર વર્ષે આયોજન કરે છે ત્યારે વડિયા શહેરમાં આવેલ ગેબનશા પીરની દરગાહ પર દર ગુરૂવારના રોજ મુસ્લિમ સમાજની સાથે સાથે હિન્દુઓ પણ એટલા જ દર્શને અને સેવાઓ આપવા માટે ઉપસ્થિત હોય છે તે વડિયા શહેરમાં હિન્દુ મુસ્લિમ લોકોની શ્રદ્ધાનું પ્રતિક મનાતી આ ગેબનશા પીરની દરગાહ પર આજે વડીયા શહેરની તમામ પ્રાથમિક શાળાઓના એક હજારથી વધુ બાળકોના બટુક ભોજનના આયોજનમાંc હતું

Follow Me:

Related Posts