વડીયાના હનુમાન ખીજડીયા પાસેનો સાંકરોળી ડેમ ઓવરફલો થવાની શકયતા
તા.૧૨/૦૯/૨૦૨૨ ના રોજ બપોરે ૧.૦૦ ક્લાકે જિલ્લાના વડીયા- કુંકાવાવ તાલુકાના હનુમાન ખીજડીયા ગામ પાસેનો સાંકરોળી ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે. પાણીની આવક વધતા તે ડેમ ઓવરફલો થવાની શકયતા છે. આથી આ વિસ્તારની નીચાણ વાળા વિસ્તારમાં આવતા વડીયા-કુંકાવાવ તાલુકાના હનુમાન ખીજડીયા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવે છે.
Recent Comments