વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયુ
વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને રૂપિયા ચાર લાખની સહાય આપવા આવેદનપત્ર આપ્યું હતું.
સમગ્ર દેશમાં કોરોના મહામારીના હાહાકાર બાદ અનેક લોકોએ તેમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે મૃતક પરિવારોને સહાય બાબતે રાજકીય પક્ષ સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે, ત્યારે વડીયા કોંગ્રેસ સમિતિના તાલુકાભરના આગેવાનો દ્વારા વડિયામામલતદાર ડોડીયાને આવેદન આપીને, ગુજરાત સરકાર પાસે માગણી કરવામાં આવી છે કે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે, અને દવા, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ વગેરેના કદાવર ખર્ચ કર્યા છે, તેવા સમયે સુપ્રીમ કોર્ટ પણ આદેશ કરી રૂપિયા ૪ લાખ ચૂકવાયા એવું કહ્યું છે. છતાં સરકાર જાત જાતના અવનવા પુરાવા માંગી ફક્ત રૂ.50000 જ ચૂકવે છે. તેની સામે વિરોધ કરી તાત્કાલિક રૂપિયા ૪ લાખ ચુકવામાં આવે, તેવી જોરદાર માગણી કરવામા આવી છે.
આવેદનપત્ર આપવા માટેતાલુકાભરમાંથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, જિલ્લાનાપંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ શીંગાળા, તાલુકા માઈનોરીટી સેલના પ્રમુખ જુનેદ ડોડીયા, તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા મનસુખભાઈ ગોંડલીયા, બક્ષીપંચ સેલના ઉપપ્રમુખ નીખિલભાઈ ચુડાસમા, અજીતભાઇ વાળા, તાલુકા પંચાયત સદસ્ય હકાભાઇ ભરવાડ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રવજીભાઈ પાઘડાળ, દલિત સમાજના અગ્રણી બાલાભાઈ મકવાણા, ઈમરાનભાઈ સુમરા, રાજ પ્રપ્તાણી, મહેતાભાઈ સહિતનાં કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં લોકો હાજર રહી કોરોનાના મૃતક લોકોના પરિવારને ચાર લાખની સહાય ચૂકવવાની માંગણી કરાઈ હતી.
Recent Comments