વડીયા ખાતે પોસ્ટ ઓફિસનું નવુ બિલ્ડીંગ બનાવવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને રજૂઆત કરતા અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા:
અમરેલી જિલ્લાના વડીયા ખાતે પોસ્ટ ઓફિસનું બિલ્ડીંગ અતિ જર્જરીત હાલતમાં છે. હયાત બિલ્ડીંગ હાલ ખૂબ જ જર્જરીત હાલતમાં હોઈ તેમા ઓફીસના તમામ રેકોર્ડસમાં ક્ષતી થઈ શકે તેમ હોય અને કર્મચારીઓ દ્વારા કામ કરી શકાય તેમ નથી તે બાબતે પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા શ્રી વેકરીયાને વાકેફ કરાતા અમરેલીના લોકપ્રિય અને કામોના ઝડપી પરિણામલક્ષી નિકાલ કરવામાં જાણીતા શ્રી વેકરિયાએ તુરંતજ પોસ્ટ ઓફિસનું નવું બિલ્ડિંગ મંજુર કરી ઝડપથી તેની કામગીરી ચાલુ કરવા સારૂ કેન્દ્રિય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ ને લેખિતમાં રજૂઆત તેમજ ટેલીફોનિક વાત કરી તેવુ શ્રી વેકરિયા દ્વારા જણાવેલ
છે.
Recent Comments