તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન થશે. જિલ્લાના ૯૫-અમરેલી વડીયા કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃત્તિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. વડીયા તાલુકામાં રેશનકાર્ડ, આવકના દાખલા સોંગદનામા તથા ૭-૧૨, ૮-અમાં મતદાન જાગૃત્તિ અંગેના સિક્કા ‘મતદાન અવશ્ય કરીએ’ લગાડવામાં આવ્યા અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃત્તિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વડીયા તાલુકામાં દસ્તાવેજો પર ‘મતદાન અવશ્ય કરીએ’ ના સિક્કા લગાડી મતદાન જાગૃત્તિ કરવામાં આવી

Recent Comments