રાજ્યમાં કોરોનાનો બીજી લહેર વધુ ઘાતક બની છે. રાજ્યમાં રોજના કેસોની સંખ્યા પાંચ હજારને પાર કરી ગઈ છે, ત્યારે કેટલાક સ્વાર્થી લોકો આ સ્થિતિનો પોતાના ફાયદા માટે લાભ લઈ રહ્યા છે અને કોરોનાના ગંભીર દર્દીઓ માટે અતિ જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેક્શનનોના કાળબજાર કરી રહ્યા છે. વડોદરામાંથી આવા જ એક ડોક્ટર અને તેના સ્ટાફના એક શખસની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચતો ડોક્ટર ઝડપાયો છે.ઝ્રમ્એ ડોકટર અને તેના સ્ટાફના એક શખસની ધરપકડ કરી છે. રેમડેસિવિર ઈન્જેક્શન બારોબાર વેચી મારતા હતાં. ઁઝ્રમ્એ શહેરના રાવપુરા અને પાણીગેટમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં આયુર્વેદિક ડોક્ટર અને સ્ટાફ રેમડેસિવિર ઈન્જેક્શનોના કાળાબજાર કરતા ઝડપાઈ ગયા હતા. બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.
રેમડેસિવિર ઈન્જેક્શનનો મોટો જથ્થો પણ જપ્ત કરાયો છે. રેમડેસિવિર ઈન્જેક્શન ૭,૫૦૦ રૂપિયાથી લઈને ૯,૦૦૦ના ભાવે વેચાતા હતાં. આરોપીઓ વિરુદ્વ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ કેટલાક મેડિકલ માફિયાના નામો ખુલે તેવી શકયતા છે.
Recent Comments