વડોદરાનાં જૈન મંદિરોમાં ગૂગલ મેપના આધારે ચોરી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી
ચોરીનો ભેદ ઉકેલવા વડોદરા એલસીબીએ તપાસ હાથ ધરી હતી. વડોદરામાં જૈન મંદિરોમાં ગૂગલ મેપના આધારે ચોરી કરતા આરોપીઓની વડોદરા એલસીબીએ ધરપકડ કરી છે. ગેંગ હાઈવે અને અંતરિયાળ વિસ્તાર નજીક આવેલા મંદિરો અને જૈન દેરાસરોની ગૂગલ મેપના આધારે મંદિર પહોંચી ચોરીનો અંજામ આપતા હતા. એલસીબીએ ગરસિયા ગેંગના બે સાગરિતોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ચોરીનો ભેદ ઉકેલવા વડોદરા એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જેમાં રાજસ્થાનના સિરોહી જીલ્લાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ મુજબ મંદિરોમાં પથ્થર ઘસવાનું કામ કરતા બંને ઈસમોએ મંદિરોમાં જ ચોરી કરવાનું શરૂ કર્યું હતું. ગેંગએ કરજણના દેથાણ પાસે આવેલા જૈન દેરાસરમાં ચોરી કરી હતી. એકાંતમાં આવેલા મંદિરોનો ગેંગ ટાર્ગેટ બનાવતા હતા. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરું કરી તો ૯ મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જિલ્લા એલસીબીએ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસને તપાસમાં પીંડવાડા તાલુકાની ગરસિયા ગેંગ સક્રિય થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ગેંગ મોટાભાગે જૈન દેરાસરો અને મંદિરોમાં પથ્થરો ઘસવાની કામગીરી કરે છે.
જેથી મંદિર અને દેરાસરમાં ચઢાવવામાં આવતા આભુષણો, મૂર્તિ અને દાનપેટી બાબતે જાણકારી મેળવી લે છે. આ ગેંગ હાઈવેને અડીને આવેલા દેરાસરો અને મંદિરને જ ટાર્ગેટ બનાવીને મોડી રાતે ચોરીનો અંજામ આપતા હોય છે. આ ગેંગના બે સાગરિતો લાલારામ સોહન અને સુનીલાલ સિસોદિયાની ધરપકડ કરી હતી. ઈકો ગાડી સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સૂૂત્રો મુજબ છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાતનાં મંદિરોમાં ચોરીના અનેક કિસ્સા વધ્યા છે. ત્રણ વર્ષમાં કુલ રૂપિયા ૪ કરોડ ૯૩ લાખથી વધુની રોકડ રકમ અને મુદામાલની વિવિધ મંદિરોમાંથી ચોરી થઈ છે.
Recent Comments