fbpx
ગુજરાત

વડોદરાનાં તુલસીવાડીમાં સિક્યુરિટી જવાનનું નાહતા સમયે વીજનો કરંટ લાગતા મોત થયું

તુલસીવાડીમાં વાયર પર સૂકવેલા કપડા લેવા જતા સિક્યુરિટી જવાનને કરંટ લાગ્યો હતો. તેઓને બચાવવા જતા તેમના પુત્રને પણ વીજ કરંટ લાગતા તે ફેંકાઇ ગયો હતો. પરંતુ, પિતાને વધુ પડતી ઇજા થઇ હોઇ મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તુલસીવાડી સંજય નગરમાં રહેતા ૫૬ વર્ષના વિજયરાજ નંદરાજ ઓઝા સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે. આજે બપોરે તેઓ નોકરી પરથી છૂટીને ઘરે આવ્યા હતા.

તેઓ ચોકડીમાં નાહવા બેઠા હતા. તે દરમિયાન વીજ કરંટ ઉતરતા તેઓને કરંટ લાગ્યો હતો. જેથી, તેમનો પુત્ર આયુષ બચાવવા માટે દોડી ગયો હતો. તેણે પણ કરંટ લાગતા તે ઉછળીને દૂર ફેંકાયો હતો. દરમિયાન લોકો દોડી આવતા પિતા – પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, વિજયરાજનું મોત થયું હતું. બનાવ અંગે કુંભારવાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.પી.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે. વિજયરાજ જ્યાં નાહવા બેઠા હતા. ત્યાં જ દરવાજા પર વીજ મીટર ફિટ કર્યુ હતું. ત્યાંથી વીજ કરંટ ઉતર્યો હોવાની શક્યતા છે. જે અંગે વીજ કંપની દ્વારા પણ તપાસ શરૃ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts