વડોદરાના આંતી ગામે રોકડ, દાગીના મળી ૧૩.૪૫ લાખની ચોરીની ફરિયાદ
વડોદરાના પાદરાના આંતી ગામે ખેતરમાં આંતિથી સાધી જવાના રોડ પર અહેમદભાઈ રસુલભાઈ મલેકનું બે માળનું મકાન આવેલું છે. પરિવાર સાથે મોડા સુધી રાત્રિના બેઠા હતા. ત્યારબાદ સુઈ ગયા હતા. મુખ્ય દરવાજાને તાળાની ચાવી મારી ખાટલામાં ઓશિકાની નીચે મૂકી હતી. ત્યારબાદ સહેનાઝ બીબી ઉઠેલા હતા અને ઓશિકા નીચે મુકેલ ચાલી મળી ના હતી અને દરવાજાે જાેતા નીચે લાકડાની જાળી ખુલ્લી અને તાળું ખોલીને નીચે મૂકેલું હતું. અંદરથી સ્ટોપર મારેલું હતું અને રૂમમાં જતા રૂમમાં મુકેલ તીજાેરીના દરવાજા ખુલ્લા હોઇ અને ભોંય તળિયે ગોદડા અને સર સામાન વેરણછેરણ હતો. ઘરમાં ચોરી થયાનું જણાતા બુમાં બૂમ કરતા પરિવારના અન્ય સભ્ય ભેગા થઇ ગયા હતા. તેમજ ઘરમાં આવેલ અન્ય તિજાેરીના દરવાજા ખુલ્લા હતા અને તીજાેરીના નીચેના ભાગે સોના-ચાંદીના પતરાની પેટી પણ જાેવા નહીં મળતાં ચોર ટોળકી સોના-ચાંદીના બુટ્ટી, ચેન, પાયલ, વીંટી, રોકડમાં મુકેલા નોટોના બંડલો કોઈ ઈસમ ચોરી કરી લઇ ગયેલ હોવાની જાણ થઈ હતી. જેથી પાદરા પાદરા પોલીસ મથકે એમદભાઈ રસુલભાઈ મલેકે ચોરીની ફરિયાદ નોંધાવતા પાદરાના પી.આઈ સંતોષ ધોબી ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પતરાની પેટીમાં મુકેલા રોકડા ૧૦,૦૦,૦૦૦ તેમજ ૨ લાખ સોના-ચાંદીના દાગીના, સોનાની બુટ્ટી નં-૩ રૂા.૪૦,૦૦૦, સોનાની ચેન રૂા. ૪૦ હજાર, ચાંદીના પાયા રૂા. ૫૦૦૦, નાના છોકરાની વીટી નંગ ૬ રૂા. ૨૦,૦૦૦, સોનાની લક્કી ૧ રૂા. ૪૦હજાર મળી કુલ ૧૩,૪૫,૦૦૦ની મતાની ચોરી થઈ.પાદરાના આંતી ગામે બે માળના મકાનમાં જમી પરવારી સૂઈ ગયેલા પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. સોના-ચાંદીના દાગીના, રોકડા મળીને રૂા. ૧૩.૪૫ લાખની મતાની ચોરી કરી તસ્કર ટોળકી પલાયન થઈ ગઈ હતી. પાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી એફ એસ એલ ફિંગર પ્રિન્ટ, ડોગ સ્કોડની મદદ લઇ વધુ કાર્યવાહી કરી હતી.
Recent Comments